મોરારી બાપુએ કેપ્ટન સ્મિતને હનુમંત કૃપા પ્રસાદ રૂપે અર્પણ કર્યા ₹21 લાખ



Captain Smit Morari Bapu 21 Lakh
મોરારી બાપુએ કેપ્ટન સ્મિતને હનુમંત કૃપા પ્રસાદ રૂપે અર્પણ કર્યા ₹21 લાખ



Captain Smit Morari Bapu 21 Lakh
Captain Smit Morari Bapu 21 Lakh: ભારતીય નાગરિકોના જીવ બચાવી દેશનું નામ રોશન કરનાર જાંબાઝ કેપ્ટન સ્મિતની હિંમત અને બહાદુરીને દેશભરમાંથી બિરદાવવામાં આવી રહી છે. આ કામગીરી બદલ પૂજ્ય મોરારી બાપુએ કેપ્ટન સ્મિતને હનુમંત કૃપા પ્રસાદ રૂપે ₹21 લાખની રકમ અર્પણ કરી છે. મોરારી બાપુએ કેપ્ટન સ્મિતના સાહસની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમના જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. પળનો પણ વિલંબ કર્યા વિના હિંમતપૂર્વક 180 મુસાફરોના જીવ બચાવવાનું તેમનું કાર્ય ખરેખર પ્રશંસનીય છે. બાપુએ કેપ્ટન સ્મિતના આ અદભૂત કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું અને તેમના પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
અન્ય સંસ્થાઓ અને સરકાર તરફથી પણ સન્માન
કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવવા અન્ય સ્તરેથી પણ સન્માનની જાહેરાતો કરવામાં આવી છે. દંતાલી આશ્રમના પૂજ્ય સચ્ચિદાનંદજી તરફથી ₹25 લાખની સન્માનરાશિ જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગુજરાત સરકારે પણ ગૌરવ પુરસ્કાર અંતર્ગત ₹25 લાખની રકમ જાહેર કરી છે. આ ઉપરાંત એક ફાર્માસ્યુટિકલ કંપની તરફથી ₹1 કરોડની રકમ જાહેર કરવામાં આવી છે. આ રીતે કેપ્ટન સ્મિતના સાહસને વિવિધ સ્તરે સન્માન મળી રહ્યું છે. મોરારી બાપુએ હનુમંત કૃપા પ્રસાદ રૂપે આપેલી ₹21 લાખની રકમ તેમના અદમ્ય સાહસ પ્રત્યેની પ્રશંસા અને સન્માનનું પ્રતીક બની છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




