Gandhinagar IIFT : ગિફ્ટ સિટીમાં ‘આરોહણ 2026’ બિઝનેસ કોન્ક્લેવનો પ્રારંભ, વૈશ્વિક અર્થતંત્રના પડકારો પર નિષ્ણાતોનું મંથન

Gandhinagar IIFT : ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT)ની કેમ્પસમાં બે દિવસીય ‘આરોહણ 2026 – Ascent in a Changing Global Economy’ બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરાયું.
Vivek Shah
Vivek ShahUpdated on: 31 Oct 2026 12:06 PM IST
Gandhinagar IIFT : ગિફ્ટ સિટીમાં ‘આરોહણ 2026’ બિઝનેસ કોન્ક્લેવનો પ્રારંભ, વૈશ્વિક અર્થતંત્રના પડકારો પર નિષ્ણાતોનું મંથનGandhinagar IIFT : ગિફ્ટ સિટીમાં ‘આરોહણ 2026’ બિઝનેસ કોન્ક્લેવનો પ્રારંભ, વૈશ્વિક અર્થતંત્રના પડકારો પર નિષ્ણાતોનું મંથન

Gandhinagar IIFT આરોહણ 2026’ બિઝનેસ કોન્ક્લેવ

Gandhinagar IIFT : બદલાતા વૈશ્વિક અર્થતંત્ર, આંતરરાષ્ટ્રીય વેપાર અને બિઝનેસ જગતમાં આવી રહેલા પરિવર્તનોને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન IIFTના કુલપતિ ડૉ. કે. રંગરાજન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. કે. રંગરાજને વૈશ્વિક વેપાર, નાણાકીય ક્ષેત્ર અને વ્યવસાયિક જગતમાં ઝડપથી થઈ રહેલા પરિવર્તનો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં બિઝનેસ ક્ષેત્રની નવી તકો અને પડકારોને સમજવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ એક મંચ પર

બે દિવસીય કોન્ક્લેવ દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપાર, માર્કેટિંગ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ, સપ્લાય ચેઇન અને કન્સલ્ટિંગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોની પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચાઓમાં ઉદ્યોગ ક્ષેત્રના અનુભવી નિષ્ણાતો પોતાના અનુભવો અને વિચારો રજૂ કરી રહ્યા છે. સાથે જ વૈશ્વિક બજારમાં થઈ રહેલા ફેરફારો, નવી ટેક્નોલોજીનો વધતો ઉપયોગ અને ભવિષ્યમાં ઊભા થઈ શકે તેવા વ્યવસાયિક પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

IIFT ગિફ્ટ સિટી કેમ્પસના પ્રોફેસર અને કેમ્પસ હેડ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતના નિષ્ણાતો સાથે સીધા જોડાવાની તક આપે છે. તેના દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયિક દુનિયાની વાસ્તવિક પરિસ્થિતિઓ સમજવામાં અને પોતાના જ્ઞાનને વ્યવહારિક અનુભવ સાથે જોડવામાં મદદ મળે છે.

ભવિષ્યના બિઝનેસ લીડર્સ તૈયાર કરવા IIFTનું વિશેષ આયોજન

‘આરોહણ 2026’નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈશ્વિક સ્તરની બિઝનેસ સમજ વિકસાવવાનો અને તેમને ઉદ્યોગ ક્ષેત્ર માટે તૈયાર કરવાનો છે. બદલાતા આંતરરાષ્ટ્રીય બિઝનેસ વાતાવરણમાં નવી તકો ઓળખવાની સાથે પડકારોનો સામનો કરી શકે તેવી નેતૃત્વ ક્ષમતા વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આમ, ગિફ્ટ સિટીમાં યોજાયેલો ‘આરોહણ 2026’ કોન્ક્લેવ શિક્ષણ જગત અને ઉદ્યોગ જગત વચ્ચે સંવાદનું મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે. આ આયોજનથી વિદ્યાર્થીઓને વૈશ્વિક બિઝનેસ ક્ષેત્રની નવી દિશાઓ સમજવાની તક મળી રહી છે.

આ પણ વાંચો : Gujarat Police નું ગૌરવ, ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 6 અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક 2026

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે