Gujarat Police નું ગૌરવ, ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 6 અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક 2026

Gujarat Police : ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર કામગીરી બદલ ગુજરાત પોલીસના છ અધિકારીઓની પ્રતિષ્ઠિત 'કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2026' માટે પસંદગી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 31 Oct 2026 11:38 AM IST
Gujarat Police નું ગૌરવ, ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 6 અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક 2026Gujarat Police નું ગૌરવ, ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 6 અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક 2026

Gujarat Police ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક 2026

Gujarat Police : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના કુલ 490 કર્મચારીઓ માટે આ પદકની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ગુજરાતના છ અધિકારીઓનો સમાવેશ થતાં રાજ્ય પોલીસ વિભાગ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા દળોના મનોબળને પ્રોત્સાહન આપવા અને તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવા માટે આ પ્રતિષ્ઠિત પદક આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ 1 ફેબ્રુઆરી, 2024થી આ પદકની શરૂઆત કરવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા દળોના કર્મચારીઓની વિશિષ્ટ કામગીરીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે.

ગુજરાત પોલીસના 6 અધિકારીઓએ રાષ્ટ્રીય સ્તરે વધાર્યું રાજ્યનું ગૌરવ

ગુજરાત પોલીસના જે છ અધિકારીઓની પસંદગી થઈ છે તેમાં એસપી અંશુલ જૈન, એએસપી સિમરન ભારદ્વાજ, ડીવાયએસપી રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓએ ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે જટિલ ગુનાઓની ઊંડાણપૂર્વક તપાસ અને કર્તવ્યનિષ્ઠા દ્વારા નોંધપાત્ર કામગીરી કરી હોવાનું જણાવાયું છે.

ગુનાની તપાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ, તાર્કિક અભિગમ અને પુરાવાઓના તલસ્પર્શી વિશ્લેષણ દ્વારા ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં પોલીસની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. આ પ્રકારની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે.

જટિલ ગુનાઓની તપાસ બદલ ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સન્માનિત

ગુજરાત રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પદક માટે પસંદગી પામેલા તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.

ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. આ સન્માનથી ગુજરાત પોલીસની તપાસ કામગીરીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. સાથે જ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ નિષ્ઠા, કાર્યદક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ગુનાઓની તપાસ કરવા પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો : Surat Police : સુરતમાં નકલી પોલીસ બની અપહરણ અને ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, સરથાણા પોલીસની મોટી કાર્યવાહી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે