નિકોલમાં ગણેશ મહોત્સવમાં જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી, ભગવાન ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી



Jagdish Vishwakarma Ganesh Mahotsav Nikol
નિકોલમાં ગણેશ મહોત્સવમાં જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી, ભગવાન ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી



Jagdish Vishwakarma Ganesh Mahotsav Nikol
Jagdish Vishwakarma Ganesh Mahotsav Nikol: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગતરોજ નિકોલ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ગણેશ મહોત્સવના આ કાર્યક્રમો દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી સમક્ષ સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.






નાગરિકો સાથે કર્યો સંવાદ
ગણેશ મહોત્સવના વિવિધ આયોજનોમાં ઉપસ્થિત રહી તેમણે સ્થાનિક નાગરિકો અને આયોજકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે ગણેશ મહોત્સવના આયોજકો તથા ઉપસ્થિત નાગરિકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નિકોલ વિધાનસભા વિસ્તારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમોમાં ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





