Get News Alerts

Never miss breaking news updates.

ગાંધી જયંતીએ જગદીશ વિશ્વકર્માએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી, ખાદીની પણ કરી ખરીદી

Jagdish Vishwakarma Gandhi Jayanti Ahmedabad: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યું હતું. આ...
R Gajjar
R GajjarUpdated on: 02 Oct 2026 03:53 PM IST
ગાંધી જયંતીએ જગદીશ વિશ્વકર્માએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી, ખાદીની પણ કરી ખરીદીગાંધી જયંતીએ જગદીશ વિશ્વકર્માએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી, ખાદીની પણ કરી ખરીદી

Jagdish Vishwakarma Gandhi Jayanti Ahmedabad

Jagdish Vishwakarma Gandhi Jayanti Ahmedabad: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશની આઝાદીની લડતમાં ગાંધીજીના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.

ગાંધીજીના વિચારોનું સ્મરણ

આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ મહાત્મા ગાંધીજીના જીવન સાથે જોડાયેલા સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વદેશી અને આત્મનિર્ભરતાના મૂલ્યોનું સ્મરણ કર્યું હતું. દેશની સ્વતંત્રતાની ચળવળમાં ગાંધીજીના યોગદાનને યાદ કરીને તેમના વિચારોને જીવનમાં ઉતારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

સ્વદેશીના સંદેશ સાથે ખાદીની ખરીદી

મહાત્મા ગાંધીજીના સ્વદેશીના વિચારને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે ખાદીની ખરીદી પણ કરી હતી. તેમણે ખાદીને માત્ર વસ્ત્ર નહીં, પરંતુ સ્વદેશી, શ્રમના સન્માન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું હતું. સાથે જ નાગરિકોને ખાદી તથા સ્વદેશી ઉત્પાદનોની ખરીદી અને ઉપયોગને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

મેયર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ભાજપના આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મહાત્મા ગાંધીજીને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી જયંતીના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીજીના વિચારો, સ્વદેશી ઉત્પાદનો અને આત્મનિર્ભરતાના સંદેશને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]