Art Of Living : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી 6થી 13 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે, ચાર શહેરોમાં યોજાશે આધ્યાત્મિક કાર્યક્રમો


Art Of Living ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાત આવશે
Art Of Living : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી 6થી 13 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે, ચાર શહેરોમાં યોજાશે આધ્યાત્મિક કાર્યક્રમો


Art Of Living ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાત આવશે
Art Of Living : આ દરમિયાન વાસદ, જેતપુર, અમદાવાદ અને પાટણ ખાતે વિવિધ આધ્યાત્મિક, ધાર્મિક અને જ્ઞાનસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના પર્વ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમોમાં સત્સંગ, વૈદિક અનુષ્ઠાન, પૂજા અને વિશેષ જ્ઞાનસત્રોનો સમાવેશ થાય છે.
6 થી 12 નવેમ્બર દરમિયાન વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના ગુજરાત આશ્રમ ખાતે ‘ગુરુ સાનિધ્ય’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સ્પિરિચ્યુઅલ સોજર્ન જ્ઞાનસત્ર, અષ્ટલક્ષ્મી હોમ, રુદ્ર પૂજા, ગણપતિ હોમ, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ જેવા ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેતપુરમાં મહાલક્ષ્મી હોમનું આયોજન
આ ઉપરાંત, પ્રોજેક્ટ ભારત અંતર્ગત યુવાચાર્યો, યુથ લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ (YLTP)ના પ્રતિનિધિઓ, ગ્રામીણ શિક્ષકો અને આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો માટે વિશેષ બેઠક યોજાશે. બાળકો અને કિશોરો માટે ઇન્ટ્યુશન ફેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં એકાગ્રતા, આત્મવિશ્વાસ અને આંતરિક ક્ષમતાઓના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. 6થી 12 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે 6:30 વાગ્યે ગુરુદેવ સાથે સત્સંગ યોજાશે, જેમાં જાહેર જનતાને પણ ભાગ લેવાની તક મળશે. 8 નવેમ્બરના રોજ જેતપુરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મહાલક્ષ્મી હોમ યોજાશે. આ વૈદિક અનુષ્ઠાનમાં સમૃદ્ધિ, સુખાકારી અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.
અમદાવાદમાં ‘બિયોન્ડ નોલેજ’ જ્ઞાનસત્ર
12 નવેમ્બરના રોજ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ‘બિયોન્ડ નોલેજ’ વિષય પર વિશેષ જ્ઞાનસત્ર યોજાશે. તેમાં જ્ઞાન, ચેતના, જીવનની સમજ અને આંતરિક વિકાસ જેવા વિષયો પર ગુરુદેવનું માર્ગદર્શન મળશે. 13 નવેમ્બરના રોજ પાટણ સ્થિત NGES કેમ્પસના કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુરુદેવના સાનિધ્યમાં દેવી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વૈદિક પરંપરા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સમન્વય જોવા મળશે.
આર્ટ ઓફ લિવિંગ વિશ્વભરમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા અને માનવીય મૂલ્યોના પ્રસાર માટે કાર્યરત છે. સંસ્થા દ્વારા જાહેર જનતાને આ તમામ કાર્યક્રમોમાં જોડાઈને દિવાળીના પર્વ દરમિયાન આધ્યાત્મિકતા અને સત્સંગનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમોમાં તમામ વ્યક્તિઓ ભાગ લઈ શકશે.





