Get News Alerts

Never miss breaking news updates.

Gujarat University: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન મુદ્દે વિવાદ

Gujarat University Girls Hostel Food Controversy: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીનીઓને આપવામાં આવેલા ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ થતાં હોસ્ટેલમાં ભારે હોબાળો...
R Gajjar
R GajjarUpdated on: 28 Sep 2026 04:03 PM IST
Gujarat University: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન મુદ્દે વિવાદGujarat University: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન મુદ્દે વિવાદ

Gujarat University Girls Hostel Food Controversy

Gujarat University Girls Hostel Food Controversy: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીનીઓને આપવામાં આવેલા ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ થતાં હોસ્ટેલમાં ભારે હોબાળો થયો હતો.

ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ

વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ, હોસ્ટેલમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત મળી આવી હતી. ભોજન લીધા બાદ એક વિદ્યાર્થીનીની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો હતો. ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

100થી વધુ વિદ્યાર્થીનીઓએ કર્યો વિરોધ

ભોજનની ગુણવત્તાના મુદ્દે 100થી વધુ વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા “વોર્ડન, તમે એક કામ કરો, ખુરશી છોડી આરામ કરો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ

વિદ્યાર્થીનીઓએ ભોજનની ગુણવત્તાની તપાસ કરવાની તેમજ ભોજનમાં બેદરકારી દાખવનારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે હોસ્ટેલ મેનેજમેન્ટ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. વિદ્યાર્થીનીની તબિયત ખરાબ થવા પાછળનું ચોક્કસ કારણ અને ભોજનમાં જીવાત હોવાના આક્ષેપ અંગે સત્તાવાર તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]