Gujarat 108 Ambulance : દિવાળીના ત્રણ દિવસમાં ઈમરજન્સી કોલમાં મોટો ઉછાળો આવવાની શક્યતા, 108 એમ્બ્યુલન્સને લઈ કરાયું ખાસ પ્લાનિંગ


Gujarat 108 Ambulance દિવાળીની તૈયારી
Gujarat 108 Ambulance : દિવાળીના ત્રણ દિવસમાં ઈમરજન્સી કોલમાં મોટો ઉછાળો આવવાની શક્યતા, 108 એમ્બ્યુલન્સને લઈ કરાયું ખાસ પ્લાનિંગ


Gujarat 108 Ambulance દિવાળીની તૈયારી
Gujarat 108 Ambulance : દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ દરમિયાન ઇમરજન્સી કોલની સંખ્યામાં વધારો થવાની શક્યતાને પગલે જિલ્લા અને કલાકવાર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં તમામ 800 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે, જ્યારે 38 ICU ઓન વ્હીલ્સ પણ કાર્યરત રાખવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના ત્રણ દિવસ દરમિયાન ઇમરજન્સી કોલમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માટે કઠવાડા ખાતે પૂરતા પ્રમાણમાં સ્ટાફ તૈનાત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની 586 PHC અને CHCને પણ કાર્યરત રાખવામાં આવી છે. ઇમરજન્સી સમયે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે.
112 ઇમરજન્સી સેવામાં પણ કોલ વધવાની શક્યતા છે
આરોગ્ય તંત્રના અંદાજ મુજબ ગુજરાતમાં સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 5,842 મેડિકલ ઇમરજન્સી કોલ મળે છે. દિવાળીના સમયગાળા દરમિયાન તેમાં આશરે 16 ટકાનો વધારો થઈને 6,111 કોલ નોંધાવાની શક્યતા છે. નૂતન વર્ષના દિવસે 29.12 ટકાના વધારા સાથે 6,775 કોલ અને ભાઈબીજના દિવસે 23 ટકાના વધારા સાથે 6,453 કોલ આવવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે દાઝવાના કિસ્સાઓમાં પણ વધારો થતો હોય છે.
સામાન્ય દિવસોમાં બર્ન્સના સરેરાશ 11થી 12 કેસ સામે આવે છે, જ્યારે તહેવાર દરમિયાન આ સંખ્યા વધીને 77 કેસ સુધી પહોંચી શકે તેવી ધારણા છે. આ પ્રકારની ઇમરજન્સી માટે પણ 108ની ટીમોને સજ્જ રાખવામાં આવી છે.
સામાન્ય દિવસ કરતા વધુ કોલ મળી શકે છે
સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 3,610 કોલ મળતા હોય છે. તહેવારો દરમિયાન આ સંખ્યામાં વધારો થવાનો અંદાજ છે. દિવાળીના દિવસે 6,277 જેટલા કોલ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નૂતન વર્ષ અને ભાઈબીજના દિવસો માટે પણ વધારાના કોલને પહોંચી વળવા આયોજન કરાયું છે. ઇમરજન્સી સેવાઓનો પ્રતિસાદ ઝડપી બનાવવા EEMS તરફ સ્વિચ ઓવર કરવામાં આવ્યું છે.
આ વ્યવસ્થાથી ઇમરજન્સી કોલ મળ્યા બાદ ટીમને યોગ્ય લોકેશન સુધી ઝડપથી પહોંચવામાં મદદ મળશે અને રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલમાં 108ની મેડિકલ ટીમ સરેરાશ 12 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચે છે, જ્યારે શહેરોમાં આ સમય સરેરાશ 10 મિનિટનો છે. તહેવારો દરમિયાન વધતા ટ્રાફિક અને ઇમરજન્સી કોલને ધ્યાનમાં રાખીને 108ની ટીમો ખાસ સતર્ક રહેશે. દિવાળીના તહેવારોમાં નાગરિકોને તાત્કાલિક આરોગ્યસેવા મળી રહે તે માટે રાજ્યભરમાં કરવામાં આવેલી આ તૈયારીઓ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Surat RTO : સુરત RTOમાં કારમાં આગ, GISFના બે જવાનોએ જીવના જોખમે ટાળી મોટી દુર્ઘટના





