Get News Alerts

Never miss breaking news updates.

PM મોદીની 25 વર્ષની જનસેવા નિમિત્તે ‘વડનગરથી વારાણસી સેવાયાત્રા’: 13 સપ્ટેમ્બરથી 4 પવિત્ર ધામોથી બાઈક રેલીનો પ્રારંભ

Vadnagar to Varanasi Seva Yatra 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
R Gajjar
R GajjarUpdated on: 12 Sep 2026 09:40 PM IST
PM મોદીની 25 વર્ષની જનસેવા નિમિત્તે ‘વડનગરથી વારાણસી સેવાયાત્રા’: 13 સપ્ટેમ્બરથી 4 પવિત્ર ધામોથી બાઈક રેલીનો પ્રારંભPM મોદીની 25 વર્ષની જનસેવા નિમિત્તે ‘વડનગરથી વારાણસી સેવાયાત્રા’: 13 સપ્ટેમ્બરથી 4 પવિત્ર ધામોથી બાઈક રેલીનો પ્રારંભ

Vadnagar to Varanasi Seva Yatra 2026

Vadnagar to Varanasi Seva Yatra 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે.

આ અભિયાનના આગોતરા આયોજનરૂપે 13 સપ્ટેમ્બરથી ‘વડનગરથી વારાણસી સેવાયાત્રા’નો પ્રારંભ થશે. રાજ્યના ચાર પવિત્ર યાત્રાધામો—ઉનાઈ માતાજી મંદિર, સોમનાથ, પાવાગઢ અને શામળાજી—ખાતેથી બાઈક રેલી સ્વરૂપે યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. નવસારીના ઉનાઈ માતાજી મંદિર ખાતેથી મંત્રી જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ યાત્રાને લીલી ઝંડી આપશે. સોમનાથથી મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, પાવાગઢથી રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ તથા શામળાજીથી રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી અને રાજ્ય મંત્રી પી.સી. બારંડા યાત્રાનું પ્રસ્થાન કરાવશે.

4 ધામોથી નીકળેલી યાત્રા 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે

13 સપ્ટેમ્બરે ચારેય પવિત્ર સ્થળોથી શરૂ થયેલી બાઈક યાત્રાઓ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. દરેક યાત્રામાં આશરે 25થી 30 બાઈક સવાર, એક LED વાન અને એક પવિત્ર કળશ રથ જોડાશે. યાત્રા દરમિયાન રસ્તામાં આવતી પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્ર કરવામાં આવશે. LED વાન મારફતે ગામેગામ ગુજરાત અને ભારતના વિકાસની ઝાંખી રજૂ કરવામાં આવશે.

રક્તદાનથી વૃક્ષારોપણ સુધી સેવાકીય કાર્યક્રમો

સેવાયાત્રાના માર્ગમાં આવતા ગામોમાં વિવિધ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રક્તદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ યોજાશે. આ યાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ જોડાશે.

વડનગરમાં મહાઆરતી અને જળાભિષેક

યાત્રાના પ્રથમ તબક્કાના અંતે કળશમાં એકત્ર કરાયેલા પવિત્ર જળથી વડનગરના શ્રી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે વિશાળ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 500થી વધુ સાધુ-સંતો અને 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી માહિતી આપવામાં આવી છે.

વડનગરથી વારાણસી સુધી 20 દિવસની સેવાયાત્રા

મહાઆરતી બાદ સેવાયાત્રાનો બીજો તબક્કો શરૂ થશે. શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈને વડનગરથી વારાણસી તરફ 10 અલગ રૂટ પર યાત્રાઓ રવાના થશે. આ યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફ્લેગ ઓફ કરાવશે. સાથે જ વારાણસીથી વડનગર તરફ પણ 10 કળશ યાત્રાઓ નીકળશે. 20 દિવસની આ યાત્રા દરમિયાન માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્ર કરવામાં આવશે. વારાણસી ખાતે યાત્રાના સમાપન પ્રસંગે એકત્રિત પવિત્ર જળથી બાબા કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]