Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત પોલીસ ભરતીમાં 18,283 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી, 30 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગ અને જેલ વિભાગના વિવિધ સંવર્ગોમાં લોકરક્ષક કેડરની કુલ 12,933 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. હવે લેખિત પરીક્ષામાં...
R Gajjar
R GajjarUpdated on: 11 Sep 2026 07:30 PM IST
ગુજરાત પોલીસ ભરતીમાં 18,283 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી, 30 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયાગુજરાત પોલીસ ભરતીમાં 18,283 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી, 30 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા

Gujarat Police Recruitment 2026

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગ અને જેલ વિભાગના વિવિધ સંવર્ગોમાં લોકરક્ષક કેડરની કુલ 12,933 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. હવે લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો માટે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

30 સપ્ટેમ્બરથી દસ્તાવેજ ચકાસણી શરૂ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત લોકરક્ષક કેડરની ભરતી માટે લેખિત પરીક્ષા 14 જૂન 2026ના રોજ યોજાઈ હતી. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી માટે કુલ 18,283 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. આ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2026થી શરૂ કરવામાં આવનાર છે.

ઉમેદવારો માટે મહત્વની સૂચના

દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ પોતાની પાસે રાખવાના જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર દસ્તાવેજ ચકાસણી અંગેની જરૂરી વિગતો અને સૂચનાઓ મૂકવામાં આવી છે. ખાસ કરીને SEBC, SC અને ST કેટેગરીના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટે જતા પહેલાં જરૂરી તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો તૈયાર રાખવા ભરતી બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે.

કેટેગરી મુજબ મેરિટ આધારે આગળની પ્રક્રિયા

પ્રેસનોટ મુજબ, જો કોઈ ઉમેદવારની ઘટ રહેશે તો બીજા તબક્કામાં જે તે કેટેગરીના ઉમેદવારોને મેરિટના આધારે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. આથી ભરતી પ્રક્રિયામાં આગળ વધવા માટે ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણીની તારીખ અને જરૂરી પ્રમાણપત્રો અંગે ભરતી બોર્ડની સત્તાવાર સૂચનાઓનું ધ્યાનપૂર્વક પાલન કરવું જરૂરી રહેશે. ગુજરાત પોલીસ ભરતીની આ પ્રક્રિયા અંતર્ગત કુલ 12,933 જગ્યાઓ ભરવાની છે અને હવે લેખિત પરીક્ષા બાદ દસ્તાવેજ ચકાસણીનો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]