Get News Alerts

Never miss breaking news updates.

ગાંધી જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કરી ખાદીની ખરીદી, ડિજિટલ પેમેન્ટથી આપ્યો સંદેશ

Bhupendra Patel Khadi Purchase Gandhi Jayanti: ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટમાંથી વિવિધ ખાદી વસ્ત્રોની ખરીદી કરી હતી. આ દરમિયાન તેમણે ડિજિટલ...
R Gajjar
R GajjarUpdated on: 02 Oct 2026 05:07 PM IST
ગાંધી જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કરી ખાદીની ખરીદી, ડિજિટલ પેમેન્ટથી આપ્યો સંદેશગાંધી જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કરી ખાદીની ખરીદી, ડિજિટલ પેમેન્ટથી આપ્યો સંદેશ

Bhupendra Patel Khadi Purchase Gandhi Jayanti

Bhupendra Patel Khadi Purchase Gandhi Jayanti: ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટમાંથી વિવિધ ખાદી વસ્ત્રોની ખરીદી કરી હતી. આ દરમિયાન તેમણે ડિજિટલ પેમેન્ટ કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ના મંત્ર સાથે ખાદીના ઉપયોગ અને ખરીદીનો વ્યાપ વધારવા અપીલ કરી છે. ખાદીની ખરીદીથી ખાદી વણાટ અને ઉત્પાદન સાથે સંકળાયેલા કારીગરો તથા જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક આધાર મળી રહે તેવો આ પહેલનો હેતુ છે.

પોરબંદરથી ગાંધીનગર પરત ફર્યા બાદ ખાદી હાટની મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. ત્યારબાદ ગાંધીનગર પરત ફરતાં તેઓ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટ પહોંચ્યા હતા અને વિવિધ ખાદી ઉત્પાદનો ખરીદ્યાં હતાં. ખરીદીનું પેમેન્ટ ડિજિટલ માધ્યમથી કરીને તેમણે વડાપ્રધાનના ડિજિટલ ભારતના સંકલ્પને વેગ આપવાના આહવાનને પણ અનુસર્યું હતું.

ખાદીની ખરીદીથી કારીગરોને આર્થિક આધાર

ખાદી વણાટ અને ઉત્પાદન સાથે સંકળાયેલા કારીગરો તથા પરિવારોને રોજગારી અને આર્થિક ટેકો મળે તે માટે ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીની આ ખરીદી ખાદી ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવાના પ્રયાસના ભાગરૂપે યોજાઈ હતી. આ પ્રસંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]