Ahmedabadમાં નવા મતદારો માટે ખાસ ઝુંબેશ, 11 અને 18 ઓક્ટોબર સહિત ચાર દિવસ મતદાન મથક પર મળશે BLO



Ahmedabad Voter Registration Campaign 2026
Ahmedabadમાં નવા મતદારો માટે ખાસ ઝુંબેશ, 11 અને 18 ઓક્ટોબર સહિત ચાર દિવસ મતદાન મથક પર મળશે BLO



Ahmedabad Voter Registration Campaign 2026
Ahmedabad Voter Registration Campaign 2026: અમદાવાદ જિલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો અને પ્રથમ વખત મતદાર બનવા પાત્ર યુવાનો માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ અને ગુજરાતના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ ઝુંબેશ દરમિયાન મતદાર યાદીમાં નોંધણી માટે અરજીઓ સ્વીકારવામાં આવશે.
ચાર દિવસ મતદાન મથકો પર હાજર રહેશે BLO
અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારોમાં 11, 18 અને 25 ઓક્ટોબર 2026 તેમજ 1 નવેમ્બર 2026ના રોજ બુથ લેવલ ઓફિસર (BLO) સંબંધિત મતદાન મથક પર હાજર રહેશે. આ ચારેય દિવસ દરમિયાન સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી હક-દાવા અને વાંધા સંબંધિત અરજીઓ સ્વીકારવામાં આવશે.
નવા અને પ્રથમ વખતના મતદારોને તક
મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી રહી ગયું હોય તેવા નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાર તરીકે પાત્રતા ધરાવતા યુવાનો આ ઝુંબેશનો લાભ લઈ શકશે. પાત્ર નાગરિકોએ જરૂરી આધાર-પુરાવા સાથે પોતાના નજીકના સંબંધિત મતદાન મથક પર હાજર રહી BLO સમક્ષ અરજી રજૂ કરવાની રહેશે.
ડિક્લેરેશન ફોર્મ ભરવું નહીં પડે
અમદાવાદ જિલ્લા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદી મુજબ, આ વિશેષ ઝુંબેશ અંતર્ગત નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા નાગરિકોએ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં. મતદાર યાદીમાં નામ નોંધાવવાની તકનો લાભ લેવા પાત્ર નાગરિકોએ નિર્ધારિત તારીખે જરૂરી દસ્તાવેજો સાથે મતદાન મથક પર પહોંચવાનું રહેશે. મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે નાગરિકો પોતાના વિસ્તારના બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




