Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad News : અપશબ્દોની વાત સાંભળી વિદ્યાર્થી રોષે ભરાયો, ત્રણ વિદ્યાર્થિનીઓને માર મારતા મામલો બિચકયો

Ahmedabad News : અમદાવાદની જીવન સાધના સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા ત્રણ વિદ્યાર્થીનીઓ સાથે મારામારી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 02 Oct 2026 12:09 PM IST
Ahmedabad News : અપશબ્દોની વાત સાંભળી વિદ્યાર્થી રોષે ભરાયો, ત્રણ વિદ્યાર્થિનીઓને માર મારતા મામલો બિચકયોAhmedabad News : અપશબ્દોની વાત સાંભળી વિદ્યાર્થી રોષે ભરાયો, ત્રણ વિદ્યાર્થિનીઓને માર મારતા મામલો બિચકયો

Ahmedabad School Maramari

Ahmedabad News : શાળા છૂટ્યા બાદ સ્કૂલની બહાર બનેલી આ ઘટનામાં એક વિદ્યાર્થીનીને કાનના ભાગે વારંવાર માર મારવામાં આવતાં તે બેભાન થઈ ગઈ હોવાની માહિતી મળી છે. બનાવ બાદ શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સંબંધિત વિદ્યાર્થીને શાળામાંથી LC આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

શાળાના સંચાલકે મામલો પાડયો થાળે

સમગ્ર વિવાદની શરૂઆત વિદ્યાર્થીનીઓએ અપશબ્દો બોલ્યા હોવાની વાતથી થઈ હતી. વિદ્યાર્થીને તેના એક મિત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે ત્રણ વિદ્યાર્થીનીઓએ તેના વિશે અપશબ્દો કહ્યા છે. આ વાત સાંભળીને વિદ્યાર્થી રોષે ભરાયો હતો. ત્યારબાદ તેણે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીનીઓને સ્કૂલની બહાર અટકાવી માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન એક વિદ્યાર્થીનીના કાનના ભાગે વારંવાર મુક્કા મારવામાં આવ્યા હતા.

જેના કારણે તે બેભાન થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. અન્ય બે વિદ્યાર્થીનીઓને પણ મુક્કા અને લાતો મારવામાં આવી હતી. આ ઘટનાને પગલે ત્રણેય વિદ્યાર્થીનીઓમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. નોંધનીય છે કે, આ ઘટના પહેલાં જ સવારે શાળામાં વિદ્યાર્થીનીઓએ સંબંધિત વિદ્યાર્થી વિરુદ્ધ શિક્ષકને ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો પણ આપ્યો હતો. જોકે, ત્યારબાદ શાળા છૂટ્યા પછી ફરી વિવાદ સર્જાયો અને મારામારીની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.

પોલીસ ફરિયાદ આ મામલે નોંધાઈ નથી

બીજી તરફ, વિદ્યાર્થીનીઓને માર મારવામાં આવતો જોઈ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ વિદ્યાર્થીને પકડીને શાળા સુધી પહોંચાડ્યો હતો. મારામારીનો ભોગ બનેલી એક વિદ્યાર્થીની પણ રડતી હાલતમાં શાળાએ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં શાળા સંચાલન દ્વારા તાત્કાલિક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના માતા-પિતાને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. શાળા દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરતાં સંબંધિત વિદ્યાર્થીને LC આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, વિદ્યાર્થીનીઓને થયેલી ઇજાઓની ગંભીરતા, તેમની તબીબી સ્થિતિ અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદો હિંસક સ્વરૂપ ધારણ કરે તે ચિંતાજનક બાબત છે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, ફરિયાદોનું સમયસર નિરાકરણ અને શિસ્ત જાળવવા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતના 14 જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે