Diljit Concert Maramari : દિલજીતના ચાલુ કોન્સર્ટમાં યુવાનો વચ્ચે થઈ મારામારી, જુઓ Live Video

Diljit Concert Maramari : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરના રોજ યોજાયેલા પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો સામે આવ્યા છે.
Vivek Shah
Vivek Shah
Diljit Concert Maramari યુવકો વચ્ચે મારામારીના વીડિયો વાયરલDiljit Concert Maramari યુવકો વચ્ચે મારામારીના વીડિયો વાયરલ

Diljit Concert Maramari યુવકો વચ્ચે મારામારીના વીડિયો વાયરલ

Diljit Concert Maramari : એક તરફ હજારો દર્શકો દિલજીતના ગીતો પર ઝૂમી રહ્યા હતા, તો બીજી તરફ સ્ટેડિયમમાં કેટલાક યુવકો સિગારેટ અને ઈ-સિગારેટ પીતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કેટલાક યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

દિલજીતના કોન્સર્ટને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર દર્શકોનું ચેકિંગ કરવામાં આવતું હતું. ત્યારબાદ સ્ટેડિયમની સીડી પાસે અને સીટિંગ એરિયામાં પ્રવેશતા પહેલાં પણ તપાસ કરવામાં આવી રહી હતી.

કોન્સર્ટ દરમિયાન યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી

આટલી કડક તપાસ છતાં કેટલાક યુવકો સિગારેટ અને ઈ-સિગારેટ લઈને સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા. ચાલુ કોન્સર્ટ દરમિયાન એક યુવક ખિસ્સામાંથી સિગારેટ કાઢીને સળગાવતો અને પીતો જોવા મળ્યો હતો. જ્યારે અન્ય એક ફેન ઈ-સિગારેટનો ઉપયોગ કરીને ધુમાડો હવામાં છોડતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્ટેડિયમમાં કરવામાં આવેલી સુરક્ષા તપાસ અને ચેકિંગ વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.

દિલજીત દોસાંજના પર્ફોર્મન્સ દરમિયાન સ્ટેડિયમમાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને અંદાજે પાંચથી સાત યુવકો એકબીજા પર તૂટી પડ્યા હતા. 32 સેકન્ડના વાયરલ વીડિયોમાં દિલજીત 'ઓય ચોક્કી આવૈ મેનુ ઇક્કો ડર લગે ફુલ' ગીત પર પર્ફોર્મન્સ આપી રહ્યા છે. આ દરમિયાન ભીડમાં કેટલાક યુવકો વચ્ચે ઝઘડો જોવા મળે છે. ત્યારબાદ યુવકો એકબીજાને છૂટા હાથથી માર મારતા અને ઢીકા-પાટુ કરતા જોવા મળે છે.

90 હજારથી વધુ લોકોની હાજરી, 2000 પોલીસ જવાનોનો બંદોબસ્ત

આ ઘટનાને લઈને અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી નથી. દિલજીતના કોન્સર્ટમાં અંદાજે 85 હજાર દર્શકો ઉમટ્યા હતા. સપોર્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓને સહિત સ્ટેડિયમમાં કુલ 90 હજારથી વધુ લોકો હાજર હોવાનું જણાવાયું છે.

કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આશરે 2,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમ છતાં સ્ટેડિયમની અંદર સિગારેટ અને ઈ-સિગારેટનો ઉપયોગ તેમજ મારામારીના દ્રશ્યો સામે આવતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો : Gandhinagar Chintan Shivir : ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રાલયની બે દિવસીય ચિંતન શિબિર પૂર્ણ, લેબર કોડ અને રોજગાર મુદ્દે થયું મંથન


View post on Instagram