Ahmedabad Police : અમદાવાદના શાહપુરમાં ANW નો સપાટો, રૂ. 90 હજારના MD ડ્રગ્સ સાથે 48 વર્ષીય શખ્સ ઝડપાયો સપ્લાયર ઈરફાન ઉર્ફે સુલતાન મચ્છી વોન્ટેડ

Ahmedabad Police : અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત શહેર પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek Shah
Ahmedabad Police શાહપુરમાંથી ડ્રગ્સ ઝડપાયુંAhmedabad Police શાહપુરમાંથી ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad Police શાહપુરમાંથી ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad Police : ANW સેક્ટર-1ની ટીમે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 90 હજારની કિંમતના 9 ગ્રામ MD ડ્રગ્સ સાથે 48 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ ઉપરાંત મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમદાવાદ પોલીસ કમિશનરની સૂચના અને સંયુક્ત પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ ANW સેક્ટર-1ની ટીમ નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર સામે કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલ્યાણી વાડના નાકા પાસે વોચ ગોઠવી હતી.

એક આરોપી ઝડપાયો તો બીજો વોન્ટેડ

આ દરમિયાન સુઝુકી એક્સેસ 125 મોપેડ પર આવેલા હમીદખાન મેહબૂબખાન પઠાણ (ઉંમર 48 વર્ષ, રહે. સદભાવના નગર, વટવા, અમદાવાદ)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની તપાસ દરમિયાન 9 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં 9 ગ્રામ MD ડ્રગ્સની કિંમત રૂ. 90,000, સુઝુકી એક્સેસ 125 મોપેડની કિંમત રૂ. 15,000 અને મોબાઈલ ફોનની કિંમત રૂ. 5,000નો સમાવેશ થાય છે.

આમ, કુલ રૂ. 1,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન હમીદખાન પઠાણે MD ડ્રગ્સનો જથ્થો ઈરફાન ઉર્ફે સુલતાન મચ્છી પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હોવાની પોલીસની માહિતી છે.

ડ્રગ્સ સપ્લાયર ઈરફાન ઉર્ફે સુલતાન મચ્છીની

આથી પોલીસે ઈરફાન ઉર્ફે સુલતાન મચ્છીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેની હેરફેરમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ, 1985ની કલમ 8(C), 22(B) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ANWની આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એસ. સિંઘ સહિત પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર કુમાર કાંતિલાલ, મુસ્તુફાખાન સરદારખાન અને કલ્પેશ કુમાર પ્રવીણભાઈ જોડાયા હતા. અમદાવાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નશીલા પદાર્થોના વેચાણ કે હેરફેર અંગે કોઈ માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 અને 112 નંબર પર જાણ કરે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad Crimebranch : દિવાળી પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મેગા ઓપરેશન, 61 બાંગ્લાદેશી નાગરિકો અટકાયતમાં, દેશનિકાલની પ્રક્રિયા શરૂ