Police Panchat : શહેર પોલીસ કમિશનર ચીપશે બદલીનો ગંજીફો, પોલીસ ઈન્સ્પેક્ટર્સ માનસિક તૈયાર, વહિવટદારો કેમ અચાનક ગાયબ થયા?



Police Panchat
Police Panchat : શહેર પોલીસ કમિશનર ચીપશે બદલીનો ગંજીફો, પોલીસ ઈન્સ્પેક્ટર્સ માનસિક તૈયાર, વહિવટદારો કેમ અચાનક ગાયબ થયા?



Police Panchat
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
PI ની બદલીના લિસ્ટ પર મરાશે આખરી મહોર, આ મહિનાના અંત સુધીમાં ઈન્ટરનલ બદલી આવવાની શકયતાઓ
અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનર તરીકે ગહેલોત સાહેબે ચાર્જ સંભાળી કામગીરી શરૂ કરી દીધી છે. હોશિયાર અને મહેનતું પીઆઈને એવી આશા હોય છે કે તેમને સારૂ પોલીસ સ્ટેશન મળે અને તેઓ સારૂ ડિટેકશન કરી શકે ત્યારે આ વાત જરૂરથી સાચી પડવાની છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ચાર્જ લીધી પછી પીઆઈની ઈન્ટરનલ બદલી કરી નથી, કેમકે તેઓ શહેરના પોલીસ સ્ટેશનનો અને ક્રાઈમનો ચિતાર અત્યાર સુધી મેળવતા હતા, પરંતુ હવે તેઓ અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનથી વાકેફ થઈ ગયા છે.
ઘણા પીઆઈઓને એવું છે કે તેમની બદલી નહી આવે પણ તે વહેમ મગજમાંથી કાઢી નાખજો, અમદાવાદ શહેર પોલીસમાં પીઆઈ બેડામાં ટૂંક સમયમાં મોટી બદલીઓ આવે તેવી વાત સૂત્રો તરફથી સામે મળી છે, લોબિંગ તો દૂરની વાત છે પણ જે પીઆઈ મહેનતું હશે તેમને આ વખતે સારૂ પોલીસ સ્ટેશન મળશે અને સાથે સાથે જે પીઆઈઓ લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં જમાવટ કરીને બેઠા છે તેમને પોતાની ખુરશી છોડવી પડે તો નવાઈ નહી.
અમદાવાદ પોલીસના સમર્પણ અભિયાન હેઠળ નાગરિકોએ 263 હથિયારો સ્વયંભૂ રીતે જમા કરાવ્યાં
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે લોકો હથિયારો રાખતા હોય તેને સ્વેચ્છાએ હથિયાર જમા કરાવી અને કાયદાકીય કાર્યવાહીથી બચી શકે તેના માટે સેવાથી સમર્પણ અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારના 22 જેટલા પોલીસ સ્ટેશનમાંથી સ્વેચ્છાએ 263 જેટલા હથિયારો જમા કર્યા છે. શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘સમર્પણથી સુરક્ષા’ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના સેક્ટર-2 વિસ્તારમાં આવેલા એવા પોલીસ સ્ટેશનના વિસ્તારો અને પોકેટ્સને ઓળખવામાં આવ્યા છે, જ્યાં ભૂતકાળમાં આવા હથિયારોના ઉપયોગથી ગુનાઓ બન્યા છે અથવા આવા ગુનાઓ બનવાની સંભાવના છે.
ટ્રાફિકના ઉઘરાણા બંધ થયા અને વહિવટદારો વિસ્તારમાં દેખાતા બંધ થયા
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં 2 મહિના માટે વાહન ચાલકોને રોકીને દંડ વસૂલવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે, તો આ આદેશના કારણે શહેરના ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ આળસું થઈ ગયા છે, ઘણા કર્મચારીઓ નોકરી પર તો આવે છે પણ તેમને મોબાઈલ મચેળીને તેમનો સમય પૂરો કરવો પડે છે, અને ટ્રાફિકની સમસ્યા તો યથાવત જ રહે છે, સાથે સાથે ટ્રાફિક પીઆઈઓનું ઉઘરાણું કરતા કરતા વહિવટદારોએ પણ વહિવટ નહી કરવા બરાબર જેવું કરી દીધું છે.
જયાં સુધી મલાઈ મળી ત્યાં સુધી ઘી કર્યુ પણ જેવી મલાઈ મળવાની બંધ થઈ અને અધિકારીઓને ઘી ચોપડવાનું પણ બંધ કરી દીધું છે. તો સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે, જે પીઆઈ ટ્રાફિકમાં ફરજ બજાવી રહ્યાં છે તે લોકો પણ હવે કંટાળી ગયા છે. તો વહિવટદારો હવે રાહ જોઈને બેઠા છે કે શહેરીજનો પાસે દંડ વસૂલ કરવામાં આવે તો સારૂ છે તો અધિકારીને કંઈ આપી શકીએ.
શહેરમાં સૌથી મોટું પગરખા બજાર અને મસાલા બજારની વચ્ચે આવેલા પોલીસ સ્ટેશનમાં વહિવટને લઈ ડખા ઉભા થયા!
શહેરનું સૌથી મોટું પગરખા બજાર અને મસાલા બજાર વચ્ચે આવેલા મહત્વના પોલીસ સ્ટેશનમાં હાલ વહીવટને લઈને આંતરિક મતભેદો ઊભા થયાની ચર્ચાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો છે. બજાર વિસ્તાર વ્યાપારી દૃષ્ટિએ મહત્વનો હોવાથી અહીં પોલીસની કામગીરી અને વહીવટને લઈને પહેલેથી જ ખાસ ધ્યાન રહેતું હોય છે. ત્યારે પીઆઈએ જૂના વહિવટદારોને અચાનક ના પાડતા આંતરિક મતભેદ ઉભો થયો હોવાની વાત સામે આવી છે, તો પીઆઈ હવે કોને વહિવૉ આપશે તેને લઈ બજારમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ વિસ્તાર શહેરના મહત્વના વેપારી વિસ્તારોમાં સામેલ હોવાથી પોલીસ સ્ટેશનની કામગીરી પર વેપારીઓની પણ નજર રહે છે. આવી સ્થિતિમાં પોલીસ સ્ટેશનની અંદર વહીવટને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ ઊભો થાય તો તેની અસર પોલીસની દૈનિક કામગીરી અને કાયદો-વ્યવસ્થાની વ્યવસ્થા પર ન પડે તે મહત્વનું બની જાય છે.
સ્માર્ટ પોલિસિંગ તરફ ગુજરાત પોલીસનું મહત્વનું કદમ
ગુજરાત પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થાને વધુ ટેક્નોલોજી આધારિત, ઝડપી અને અસરકારક બનાવવા માટે ‘Gujarat Police Innovation Challenge 2026’ અંતર્ગત દેશની સૌથી મોટી CCTV ઇન્ટિગ્રેશન અને AI આધારિત વીડિયો એનાલિટિક્સ હેકાથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રાજ્યભરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સંચાલિત 80 હજારથી વધુ CCTV કેમેરાને એક સંકલિત સ્માર્ટ સર્વેલન્સ નેટવર્ક સાથે જોડવાનો છે.
હાલ ગુજરાતમાં અલગ-અલગ સરકારી વિભાગો દ્વારા CCTV કેમેરા વિવિધ વેન્ડર્સ, ટેક્નોલોજી, Video Management Systems અને અલગ-અલગ નેટવર્ક આર્કિટેક્ચર પર કાર્યરત છે. જેના કારણે કોઈ ગુનાની તપાસ દરમિયાન ચોક્કસ કેમેરાનું ફૂટેજ શોધવું, મેળવવું અને કલાકોનું વીડિયો મેન્યુઅલી તપાસવું પડતું હોય છે. નવી વ્યવસ્થાનો હેતુ આ અલગ-અલગ સિસ્ટમને એકીકૃત કરીને પોલીસને વધુ ઝડપી રીતે વ્યક્તિ, વાહન અને ઘટનાની હિલચાલ શોધવામાં મદદ કરવાનો છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



