Police Panchat : PI ને બુટલેગરની એવી શું જરૂર પડીકે પોલીસ સ્ટેશન બોલાવ્યા ડાયરેક્ટ? કોલ સેન્ટર ઝડપાયાની તપાસમાં ખેલ પડી ગયો ?

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.
Vivek Shah
Vivek Shah
Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસPolice Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ

Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ

પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.

શહેરના જાણીતા મસાલા માર્કેટ અને મોજડી માર્કેટની નજીક આવેલ પોલીસ સ્ટેશનમાં બુટલેગરોને PI એ કેમ મળવા બોલાવ્યા?

અમદાવાદ શહેરના જાણીતા મસાલા માર્કેટ અને મોજડી માર્કેટની નજીક આવેલ એક પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી અંદરો-અંદરની માથાકૂટના કારણે વિવાદમાં ચાલી રહ્યું છે, પીઆઈએ વહિવટદારો તો બદલી નાખ્યા પણ પીઆઈને સંતોષ નથી, તો પીઆઈએ પોલીસ સ્ટેશનના ASI કાકાને વહિવટ સોંપી દીધો છે પણ તે કાકાને પણ વહિવટ કરવો નથી અને વહિવટદારનો સિમ્બોલ લેવો નથી.

હવે કરવું તો શું કરવું, તો સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે કે, પીઆઈએ થોડા સમય પહેલા ચાર બુટલેગરોને સીધા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ચર્ચા કરી હતી, તો પોલીસ સ્ટેશનમાં બુટલેગરો આવતા અન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. તો પોલીસના સૂત્રોનું કહેવું છે કે, પીઆઈના સીધા આશીર્વાદના કારણે આ બુટલેગરોને વિસ્તારમાં મજા પડી ગઈ છે. તો આ વિસ્તારમાં દેશીદારૂના વેચાણનું ચલણ પણ વધુ હોવાની વાત સામે આવી છે.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનરનું હ્દય દિલદાર છે, નાના માણસોને દિવાળી કરાવી આશીર્વાદ મેળવ્યા

અમદાવાદ શહેર પોલીસ કમિશનર ગહેલોત સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા રોજના ઘણા લોકો આવે છે અને સાહેબ પણ શુભેચ્છા મુલાકાત કરતા હોય છે અને નાના માણસોથી લઈ મોટા માણસોને શાંતિથી મળતા હોય છે અને લોકોને પણ મળીને હાશકારો થતો હોય છે, દિવાળીનો સમય હોય એટલે સૌ કોઈને એમ હોય કે અમને પણ મીઠાઈ અને બોનસ મળે અને તેવી આશા નાના માણસથી લઈ મોટા માણસને હોય છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીઓને પોલીસ કમિશનર તેમની કચેરીના પહેલા માળે મળે છે અને તેમને દિવાળીની શુભકામના પાઠવી તેમને પણ મીઠાઈ આપે છે, તો આ બાબતે સૌ કોઈના દિલ જીતી લીધા હતા, અને પોલીસ કમિશનરને હોદ્દાની તો ઠીક પણ તેમની માનવતા ભરી આ ખાખી ના સૌ કોઈ નાના માણસોએ પણ વખાણ કર્યા હતા, તો શાંતિથી તેમની વાત પણ સાંભળી અને મીઠાઈ આપી તેમને શુભકામનાઓ પણ પાઠવી હતી.

કોલસેન્ટરના વિવાદમાં PI તો ગયા પણ બીજા PIએ તપાસના નામે ભોપાળું વાળ્યું કે શું?

કોલસેન્ટરનો કાળો કાળોબર અને તેમાંથી આવતા રૂપિયા અઢળક હોય છે, શહેરના છેવાડે આવેલા એક પોલીસ સ્ટેશનના ઈન્સપેકટર તો કોલ સેન્ટરના વિવાદમાં સસ્પેન્ડ થયા હતા અને તપાસમાં પણ ભોપાળા માર્યા હતા, તો કોલસેન્ટરની તપાસ અન્ય પીઆઈને સોંપવામાં આવી હતી, તો તેમણે પણ તપાસમાં ભોપાળું માર્યુ હોવાની વાત સામે આવી છે, જે પીઆઈને તપાસ સોંપવામાં આવી હતી તેમણે મુખ્ય આરોપીઓને તપાસ નહી લીધા હોવાની વાત સામે પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે અને તેમણે આરોપીના ફોન પણ આપી દીધા હોવાની વાત સામે આવી છે, તો અગાઉના સસ્પેન્ડેડ પીઆઈએ તો રૂપિયા લીધા હોવાની વાતે જોર પકડયું હતુ અને તે વાત ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા તે પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

સાબરમતી જેલની નજીક અને એરપોર્ટથી નજીક આવેલા એક પોલીસ સ્ટેશનના પીઆઈને આ તપાસ સોંપવામાં આવી હતી અને તેમાં પણ કાંદા જ નીકળ્યા હતા, તો ડીસીપીએ પણ કડક પગલા ભરો તેવી વાત કરી હતી પણ આ પીઆઈ તેમના આદેશને પણ ઘોળીને પી ગયા હતા અને આરોપીઓ સામે સરખી કાર્યવાહી થઈ ન હોવાની વાત સામે આવી છે. કોણે કોની પાસેથી શું લીધુ તે તો ભગવાન જ જાણે પણ જો કોલસેન્ટરની તપાસ સાયબર જેવી એજન્સીઓને સોંપવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ બહાર આવે અને તેઓ ડિટેઈલમાં કેસની તપાસ કરી શકે. જો સ્ટેટ લેવલની એજન્સીને તપાસ સોંપવામાં આવે તો ચૌક્કસથી આરોપીઓને છૂટવાનો મોકો ના મળે પણ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે છે જેના કારણે ભોપાળું વળે છે તે પણ નક્કી છે.

ટ્રાફિકમાં ઉઘરાણા બંધ છે તો પણ વહિવટદારો કેમ વહિવટનો સિમ્બોલ છોડતા નથી

શહેરમાં હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશથી વાહનચાલકોને રોડ પર ઉભા રાખીને દંડ આપવાની કામગીરી બંધ છે જો તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કરો તો શહેરીજનોને ઓનલાઈન મેમા મળી રહ્યા છે અને તે મળવા જ જોઈએ તો ટ્રાફિકની સેન્સ લોકોને આવશે, પણ આ બધાની વચ્ચે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનો અલગ-અલગ છે અને આ પોલીસ સ્ટેશનોમાં વહિવટદારોનો દબદબો પણ યથાવત છે.

મહત્વની વાત છે કે, કંઈ મળતું નથી તેમ કહીને પીઆઈને ગોળી આપી દે છે વહિવટદારો તો મનમાં સવાલ પણ એમ થાય છે કે, ભાઈ શ્રી જો તમને કંઈ મળતું જ નથી તો પછી વહિવટદારનો સિમ્બોલ લઈને શું કામ બજારમાં ફરી રહ્યાં છે, અને જો તમને કંઈ મળતું હશે તો જ તમે વહિવટ કરતા હશો ને ? તો પછી ટ્રાફિક વિભાગમાં પણ પોલમપોલ ચાલતી હોય તેમ લાગી રહ્યું છે, વહિવટદારો પોતાના ઘર ભરે અને પીઆઈને લોલીલોપ મળે છે કે શું તે સમજાતું નથી.

કિટલી સર્કલથી નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં બારોટ સાહેબની જય બોલાઈ, તો મુખ્ય કલાકારે પેટાને જવાબદરી સોંપી

અમદાવાદ શહેરના કિટલી સર્કલ નજીક આવેલ એક પોલીસ સ્ટેશન અને આ પોલીસ સ્ટેશનમાં એક જ પરિસરમાં બે પોલીસ સ્ટેશન આવેલા છે, તો મહત્વની વાત એ છે કે વહિવટદારોનો બાદશાહ ગણાતા અને જુના જોગી શર્માજી એ આ વહિવટ ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બારોટ સાહેબને સોપ્યો છે. તો બારોટ સાહેબની તો વિસ્તારમાં બુમો પડી છે અને અગાઉ બુટલેગરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બારોટને હાર્દિક અભિનંદનની સાથે ડાગ પણ લાગ્યો હતો.

તો મુખ્ય વહિવટદાર તો વિસ્તારમાં આવતા નથી પણ પેટા વહિવટદારને ભુક્કા બોલાવી દીધા છે, આ મામલે પેટા વહિવટદારને હવે ગુજરાત યુનિવર્સિટીથી કે કંપનીમાં ઓર્ડર આવવાની પણ તૈયારી હોવાની વાત પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે, રૂપિયા કમાવવાની લ્હાયમાં કયાંક સુરતથી આવેલા અધિકારીને ડાગ ના પહોંચાડતા કેમકે સીધો સાદો અને ભોળો માણસ તમારા પર વિશ્વાસ મૂકીને તમને રાજ કરવા દેતા હોય તો જરા તેમનું પણ વિચારજો ના કે ખાલી તમારૂ જ.

આ પણ વાંચો : Gujarat Latest News Live : સોમવારે બોપલ-ઘુમા, સરખેજ સહિતના વિસ્તારોમાં બપોર બાદ પાણી નહીં આવે