Bomb Threat Emails : ગુજરાત હાઇકોર્ટ અને CM ઓફિસને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસ પહોંચી સ્થળ પર


Bomb Threat Emails ગુજરાત હાઈકોર્ટ અને સીએમ ઓફિસ ધમકી બોમ્બ
Bomb Threat Emails : ગુજરાત હાઇકોર્ટ અને CM ઓફિસને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસ પહોંચી સ્થળ પર


Bomb Threat Emails ગુજરાત હાઈકોર્ટ અને સીએમ ઓફિસ ધમકી બોમ્બ
Bomb Threat Emails : બંને સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચીને તપાસ શરૂ કરી છે, જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયને મળેલી ધમકી બાદ પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટને બપોરે 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો હતો. આ ઈ-મેઇલ મળતાં જ હાઇકોર્ટના પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સોલા પોલીસની ટીમ તાત્કાલિક હાઇકોર્ટ ખાતે પહોંચી હતી.
સાયબર ક્રાઈમે મેઈલના આધારે તપાસ કરી શરૂ
હાઇકોર્ટના પરિસરમાં તપાસ અને ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓ દ્વારા પરિસરના વિવિધ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં જ કોર્ટ પરિસરમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટનાની વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની વિગતો સામે આવી છે. બપોરે 3:11 વાગ્યે CM ઓફિસને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઈ-મેઇલ ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. જોકે, ઈ-મેઇલ મોકલનારની ઓળખ અને ધમકીની વિશ્વસનીયતા અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
તંત્ર એલર્ટ મોડ પર
બંને મહત્વપૂર્ણ સ્થળોને ધમકી મળતાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈ-મેઇલના સ્ત્રોત, મોકલનારની ઓળખ અને ધમકી પાછળના હેતુ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. હાલ આ ધમકીભર્યા ઈ-મેઇલને ગંભીરતાથી લઈને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. તપાસ એજન્સીઓની ચકાસણી બાદ જ કોઈ સંભવિત જોખમ અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ચારધામની યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત




