Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : પાસપોર્ટ ફ્રોડ મામલે ATSની કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસના આરોપીની કરાઈ ધરપકડ

Ahmedabad : અમદાવાદમાં પાસપોર્ટ ફ્રોડ મામલે ગુજરાત ATS દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ATSએ મની લોન્ડરિંગ કેસના આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
Kunjan ShuklaUpdated on: 16 Sep 2026 11:38 AM IST
Ahmedabad : પાસપોર્ટ ફ્રોડ મામલે ATSની કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસના આરોપીની કરાઈ ધરપકડAhmedabad : પાસપોર્ટ ફ્રોડ મામલે ATSની કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસના આરોપીની કરાઈ ધરપકડ

Ahmedabad : અમદાવાદમાં પાસપોર્ટ ફ્રોડ મામલે ગુજરાત ATS દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ATSએ મની લોન્ડરિંગ કેસના આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. તેમની પર આરોપ છે કે હરિકેશ પટેલે બનાવટી દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવ્યો હતો.

આરોપી વિરૂદ્ધ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધાયેલો

મળતી માહિતી મુજબ, હરિકેશ પ્રણવ પટેલ સામે અગાઉ મની લોન્ડરિંગ સંબંધિત કેસ નોંધાયેલો હતો અને આ મામલે ED દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. EDના કેસમાં આરોપીનો મૂળ પાસપોર્ટ જમા હોવા છતાં તેણે કથિત રીતે ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવ્યો હતો.

પાસપોર્ટ અરજીની પ્રક્રિયા અંગે તપાસ હાથ ધરાઈ

ATSની તપાસમાં સામે આવ્યું હોવાના આરોપ મુજબ હરિકેશ પટેલે ખોટા સરનામાનો ઉપયોગ કરીને નવો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને સરનામા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે નવો પાસપોર્ટ મેળવ્યા બાદ આરોપીએ તેના આધારે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલે ATS દ્વારા પાસપોર્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા દસ્તાવેજો, સરનામાની વિગતો તેમજ પાસપોર્ટ અરજીની પ્રક્રિયા અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીએ કયા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવ્યો અને આ પ્રક્રિયામાં અન્ય કોઈ વ્યક્તિ કે એજન્ટની સંડોવણી હતી કે નહીં, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

હરિકેશ પટેલે નવો પાસપોર્ટ મેળવ્યા બાદ કયા દેશોની મુલાકાત લીધી હતી અને વિદેશ પ્રવાસ દરમિયાન તેની પ્રવૃત્તિઓ શું હતી, તે અંગેની વિગતો પણ ATS દ્વારા મેળવવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ બાદ પાસપોર્ટ ફ્રોડ સાથે સંકળાયેલી અન્ય વિગતો સામે આવે તેવી શક્યતા છે. ATS દ્વારા હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે અને બનાવટી દસ્તાવેજોના ઉપયોગ તથા પાસપોર્ટ મેળવવાની સમગ્ર પ્રક્રિયાની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : Surat ની પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો કેસ, મનપાએ ફટકાર્યો ₹1 લાખનો દંડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.