Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: ચાંગોદરમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં 23 વર્ષીય યુવક ઝડપાયો, બદનામ કરવાની ધમકી આપી શોષણનો આક્ષેપ

Changodar POCSO Case: ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ધાકધમકી આપવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ચાંગોદર પોલીસે ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી કરી 23 વર્ષીય આરોપીની...
R Gajjar
R GajjarUpdated on: 26 Sep 2026 03:15 PM IST
Ahmedabad: ચાંગોદરમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં 23 વર્ષીય યુવક ઝડપાયો, બદનામ કરવાની ધમકી આપી શોષણનો આક્ષેપAhmedabad: ચાંગોદરમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં 23 વર્ષીય યુવક ઝડપાયો, બદનામ કરવાની ધમકી આપી શોષણનો આક્ષેપ

Changodar POCSO Case

Changodar POCSO Case: ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ધાકધમકી આપવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ચાંગોદર પોલીસે ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી કરી 23 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 24 સપ્ટેમ્બરના રોજ સગીરાના માતા-પિતાની ફરિયાદના આધારે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં BNS તથા POCSO એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપી અને સગીરા અગાઉથી એકબીજાના પરિચયમાં હતા.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ સગીરાને બદનામ કરવાની ધમકી આપી હતી અને આ ધમકીના આધારે છેલ્લા 4થી 5 મહિના દરમિયાન તેની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. સગીરાએ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ ચાંગોદર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગણતરીના સમયમાં આરોપીને શોધી કાઢ્યો હતો અને 25 સપ્ટેમ્બરના રોજ તેની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હોવાનું જણાવાયું છે. વર્ષ 2025માં ચાંગોદર વિસ્તારમાં નોંધાયેલા હત્યાના કેસમાં મદદગારીના આરોપસર તેની અટકાયત થઈ હતી અને હાલ તે કેસમાં જામીન પર બહાર હતો. હાલ ચાંગોદર પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]