Get News Alerts

Never miss breaking news updates.

Anandમાં પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન, ગુજરાતભરમાંથી 70 ખેલાડીઓએ લીધો ભાગ

Blind Cricket Selection Tournament Anand: રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બાકરોલ ખાતે આવેલી 7 સ્પોર્ટ્સ ક્લબ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું...
R Gajjar
R GajjarUpdated on: 26 Sep 2026 06:18 PM IST
Anandમાં પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન, ગુજરાતભરમાંથી 70 ખેલાડીઓએ લીધો ભાગAnandમાં પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન, ગુજરાતભરમાંથી 70 ખેલાડીઓએ લીધો ભાગ

Blind Cricket Selection Tournament Anand

Blind Cricket Selection Tournament Anand: રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બાકરોલ ખાતે આવેલી 7 સ્પોર્ટ્સ ક્લબ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ છે અને આગામી બે દિવસ સુધી વિવિધ મેચો રમાશે. ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી આવેલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

પાંચ ટીમો વચ્ચે ક્રિકેટ મેચો રમાશે

ટુર્નામેન્ટમાં કુલ 70 વિદ્યાર્થીઓ પાંચ ટીમોમાં વહેંચાઈને ક્રિકેટ મેચ રમશે. આ આયોજનનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને ક્રિકેટ ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે આગામી બે દિવસ દરમિયાન મેચો રમાશે. સિલેક્શન ટુર્નામેન્ટમાં ખેલાડીઓના રમતગમતના કૌશલ્ય અને પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવશે.

દાતાઓ દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા

ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ખેલાડીઓ માટે દાતાઓના સહયોગથી રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજનથી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન મળવાની સાથે તેમની પ્રતિભાને રાજ્યસ્તરે ઓળખ મળવાનો અવસર પણ મળી રહ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]