ન્યૂયોર્કમાં CM ભૂપેન્દ્ર પટેલની વન-ટુ-વન બેઠકનો દૌર, ગુજરાતમાં રોકાણ માટે અમેરિકન કંપનીઓ સાથે ચર્ચા

Bhupendra Patel US Visit: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના પૂર્વાધરૂપે અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ...
Rupin Bakraniya
Rupin Bakraniya
Bhupendra Patel US VisitBhupendra Patel US Visit

Bhupendra Patel US Visit

Bhupendra Patel US Visit: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના પૂર્વાધરૂપે અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં IT, AI, એસેટ મેનેજમેન્ટ, ETF અને ન્યુક્લિયર ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ અને સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Bhupendra Patel US Visit3.webp

કિન્ડ્રીલ સાથે AI અને સ્કિલિંગ અંગે ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ ક્ષેત્રની અગ્રણી કંપની કિન્ડ્રીલના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન કિન્ડ્રીલ તરફથી ગુજરાત સરકાર સાથે AI સ્ટ્રેટેજી, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સના સ્કિલિંગ, નોલેજ શેરિંગ તથા મેન્ટરશિપ માટે સહયોગ આપવાની ઉત્સુકતા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, ડેટા સેન્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં આગામી પેઢીના રોકાણ માટે ઝડપથી પસંદગીનું સ્થળ બની રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કિન્ડ્રીલને જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું હતું.

Bhupendra Patel US Visit2.webp

બ્લેકરોક સાથે ETF અને એસેટ મેનેજમેન્ટ પર ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સાથે પણ વન-ટુ-વન બેઠક કરી હતી. બેઠકમાં ભારત અને ગુજરાતમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) તથા એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રની વિશાળ તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીની વર્લ્ડ ક્લાસ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ અને તેના આંતરરાષ્ટ્રીય ફિનટેક હબ તરીકેના વિકાસ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી આગામી સમયમાં ETF અને એસેટ મેનેજમેન્ટ માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે છે. મુખ્યમંત્રીએ બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં પોતાની સેવાઓનું વિસ્તરણ કરવા તેમજ આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.

Bhupendra Patel US Visit1.webp

હોલ્ટેક ઇન્ટરનેશનલ ગુજરાતમાં રિએક્ટર ઉત્પાદન માટે ઉત્સુક

વન-ટુ-વન બેઠકોના ભાગરૂપે મુખ્યમંત્રીએ ન્યુક્લિયર પાવર ક્ષેત્રની કંપની હોલ્ટેક ઇન્ટરનેશનલના CEO સાથે પણ બેઠક યોજી હતી. હોલ્ટેકે ગુજરાતમાં સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMR)ના ઉત્પાદન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં રસ દર્શાવ્યો હતો. હોલ્ટેક દ્વારા ગુજરાતમાં પ્રિસિઝન ફેબ્રિકેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને 2025માં તેની સુવિધાઓનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાતમાં ન્યુક્લિયર ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષેત્રની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી.

Bhupendra Patel US Visit.webp

ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026ની પણ આપી માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોલ્ટેક સાથેની બેઠકમાં ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 અંગે પણ માહિતી આપી હતી. આ નીતિ હેઠળ સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ સહિત ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ્સને મહત્વના થ્રસ્ટ એરિયા તરીકે ઓળખવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત સરકાર અને હોલ્ટેક વચ્ચેની ભાગીદારીથી રાજ્યમાં ન્યુક્લિયર ટેક્નોલોજી, સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રે નવી તકો ઊભી થઈ શકે છે.

ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબ બનાવવાનો પ્રયાસ

મુખ્યમંત્રીની અમેરિકાની મુલાકાત દરમિયાન થઈ રહેલી આ વન-ટુ-વન બેઠકોનો મુખ્ય હેતુ ગુજરાતમાં મોટા પાયે વૈશ્વિક રોકાણ આકર્ષવાનો અને રાજ્યને આગામી પેઢીના ઉદ્યોગો માટે પસંદગીનું સ્થળ બનાવવાનો છે. AI, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ, ETF, એસેટ મેનેજમેન્ટ અને ન્યુક્લિયર ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં અમેરિકન કંપનીઓ સાથે થયેલી ચર્ચાઓને ગુજરાતના આગામી ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકો દરમિયાન ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.