કાંકરિયામાં CM ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને અર્પણ કરી પુષ્પાંજલિ



Bhupendra Patel Deendayal Upadhyaya Jayanti
કાંકરિયામાં CM ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને અર્પણ કરી પુષ્પાંજલિ



Bhupendra Patel Deendayal Upadhyaya Jayanti
Bhupendra Patel Deendayal Upadhyaya Jayanti: પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અનુપમ બ્રિજના છેડે સ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. 25 સપ્ટેમ્બર તેમની જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત મહાનુભાવોએ પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું.
મંત્રી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત
પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઊર્જા અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ દિનેશભાઈ મકવાણા, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. શહેરના ધારાસભ્યો અમૂલભાઈ ભટ્ટ, અમિતભાઈ શાહ અને અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિત સ્થાનિક કોર્પોરેટરો, મ્યુનિસિપલ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ થયો હતો. તેઓ ભારતીય જનસંઘના નેતા હતા અને ‘એકાત્મ માનવવાદ’ તથા ‘અંત્યોદય’ના વિચાર સાથે જોડાયેલા હતા. તેમની જન્મજયંતિ દર વર્ષે 25 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





