Gen-Z યુવાધનનો ભક્તિરંગ: BAPS અમદાવાદના 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણમાં કર્યા કઠોર વ્રત-તપ



BAPS Ahmedabad Gen Z Youth Vrat Tap
Gen-Z યુવાધનનો ભક્તિરંગ: BAPS અમદાવાદના 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણમાં કર્યા કઠોર વ્રત-તપ



BAPS Ahmedabad Gen Z Youth Vrat Tap
BAPS Ahmedabad Gen Z Youth Vrat Tap: ડિજિટલ અને આધુનિક યુગમાં યુવા પેઢી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, ત્યારે અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, સંયમ અને તપશ્ચર્યાનો માર્ગ અપનાવ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરવાના આશયથી યુવક-યુવતીઓએ વિવિધ પ્રકારના વ્રત-તપ કર્યા હતા.

યુવક-યુવતીઓએ કર્યા વિવિધ પ્રકારના વ્રત
શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ વિવિધ પ્રકારના વ્રતોનું પાલન કર્યું હતું. તેમાં કઠિન ગણાતા ચાન્દ્રાયણ, ધારણા-પારણા અને એકટાણા જેવા વ્રતોનો પણ સમાવેશ થાય છે.
ચાન્દ્રાયણ વ્રત: 84 યુવક-યુવતીઓ
ધારણા-પારણા વ્રત: 271 યુવક-યુવતીઓ
એકટાણા: 831 યુવક-યુવતીઓ
અન્ય વિશેષ તપ-વ્રત: 263 યુવક-યુવતીઓ
આ રીતે કુલ 1,449 યુવક-યુવતીઓએ વિવિધ પ્રકારના વ્રત-તપમાં ભાગ લીધો હતો.

અભ્યાસ અને વ્યવસાય સાથે તપશ્ચર્યાનું પાલન
આ યુવક-યુવતીઓમાં અનેક અભ્યાસ તેમજ નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા છે. પોતાની દૈનિક વ્યસ્તતા વચ્ચે પણ તેમણે શ્રાવણ માસ દરમિયાન વ્રત-તપનું પાલન કર્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા આધુનિક જીવનશૈલીની સાથે ભારતીય સંસ્કૃતિ, સંયમ અને આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં સ્થાન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


BAPS સંતો અને હરિભક્તોએ બિરદાવ્યો તપ
આ પ્રસંગે BAPSના વરિષ્ઠ સંતો અને હરિભક્તોએ વ્રતધારી યુવક-યુવતીઓના તપ અને ભક્તિભાવને બિરદાવ્યા હતા. સાથે જ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન અમદાવાદના આ યુવાધને વિવિધ વ્રત-તપ દ્વારા ભક્તિ, સંયમ અને શિસ્તને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





