Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: ગુજરાતમાં પૂજ્ય અશોક સિંઘલ જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ, કર્ણાવતીમાં આવતીકાલે વિશેષ સેમિનાર

Ashok Singhal Birth Centenary Gujarat: ગુજરાતમાં પૂજ્ય અશોક સિંઘલ જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત આવતીકાલે 27 સપ્ટેમ્બરે કર્ણાવતી (અમદાવાદ) ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે....
R Gajjar
R GajjarUpdated on: 26 Sep 2026 05:49 PM IST
Ahmedabad: ગુજરાતમાં પૂજ્ય અશોક સિંઘલ જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ, કર્ણાવતીમાં આવતીકાલે વિશેષ સેમિનારAhmedabad: ગુજરાતમાં પૂજ્ય અશોક સિંઘલ જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ, કર્ણાવતીમાં આવતીકાલે વિશેષ સેમિનાર

Ashok Singhal Birth Centenary Gujarat

Ashok Singhal Birth Centenary Gujarat: ગુજરાતમાં પૂજ્ય અશોક સિંઘલ જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત આવતીકાલે 27 સપ્ટેમ્બરે કર્ણાવતી (અમદાવાદ) ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહેવાના છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય પ્રમુખ આલોક કુમાર પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન

પૂજ્ય અશોક સિંઘલ જન્મશતાબ્દી વર્ષ દરમિયાન ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાય સંમેલન, સંત સંમેલન અને વેદ સંમેલન સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંવાદિતા સભાઓ સહિત વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો મારફતે અશોક સિંઘલના વિચારો, તેમના સેવા કાર્યો અને સમાજજીવનમાં તેમના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

સમાજના તમામ વર્ગોને જોડાવા અપીલ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્મશતાબ્દી વર્ષના વિવિધ કાર્યક્રમોમાં સમાજના તમામ વર્ગોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. સંગઠન દ્વારા વર્ષ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો થકી સામાજિક જોડાણ અને સેવા પ્રવૃત્તિઓને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદમાં યોજાનારા સેમિનાર સાથે ગુજરાતમાં પૂજ્ય અશોક સિંઘલ જન્મશતાબ્દી વર્ષના કાર્યક્રમોની શરૂઆત થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]