AMC Sports Training: મ્યુનિસિપલ સ્કૂલના 5 હજાર બાળકોને અપાશે ફ્રી સ્પોર્ટ્સ ટ્રેનિંગ

AMC Sports Training: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
Nisha Parmar
Nisha Parmar
AMC municipal school students get free sports training અમદાવાદ મ્યુનિસિપલAMC municipal school students get free sports training અમદાવાદ મ્યુનિસિપલ

AMC municipal school students get free sports training અમદાવાદ મ્યુનિસિપલ

AMC Sports Training: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરની 460 મ્યુનિસિપલ શાળાઓના 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ માટે નિઃશુલ્ક સ્પોર્ટ્સ ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે સ્પોર્ટ્સ ઓફ ગુજરાતના વિવિધ રમતગમતના નિષ્ણાત કોચ અને મ્યુનિસિપલ સ્કૂલોના 65 સ્પોર્ટ્સ શિક્ષકોની મદદ લેવામાં આવશે.

વિદ્યાર્થીઓને 19થી વધુ રમતોની તાલીમ

આ આયોજન હેઠળ ધોરણ 5થી ઉપરના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ટેબલ ટેનિસ, 100 મીટર દોડ અને સ્વિમિંગ સહિત 19થી વધુ પ્રકારની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 5 હજાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પસંદ કરીને વિશેષ તાલીમ આપવામાં આવશે.

આ તાલીમમાં 2,500 વિદ્યાર્થીઓ અને 2,500 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થશે. વિદ્યાર્થીઓને રમતગમતની વ્યાવસાયિક તાલીમ આપીને ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક પૂરી પાડવાનો હેતુ છે.

460 શાળાઓના 1.76 લાખ વિદ્યાર્થીઓને લાભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 460 શાળાઓમાં અંદાજે 1.76 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાંથી પસંદ કરાયેલા 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને રમતગમતની તાલીમ આપવામાં આવશે. સ્પોર્ટ્સ ઓફ ગુજરાતના નિષ્ણાત કોચ વિદ્યાર્થીઓને વિવિધ રમતોની ટેકનિક, નિયમો અને પ્રદર્શન સુધારવા માટે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત મ્યુનિસિપલ શાળાઓના 65 સ્પોર્ટ્સ શિક્ષકો પણ તાલીમમાં સહયોગ આપશે.

ગોળા ફેંક અને કબડ્ડી પર ખાસ ધ્યાન

રમતગમતની તાલીમમાં ગોળા ફેંક, કબડ્ડી, ખો-ખો, લાંબી કૂદ, ઊંચી કૂદ, ભાલા ફેંક, બેડમિન્ટન, સ્વિમિંગ, કુસ્તી, ટેબલ ટેનિસ, જિમ્નાસ્ટિક્સ, કેરમ, ચેસ, સ્ક્વોશ, સ્કેટિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ, વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોમનવેલ્થ અને ઓલિમ્પિક માટે તૈયારી

કોમનવેલ્થ ગેમ્સ-2030 અને ઓલિમ્પિક-2036ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ પહેલથી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમતમાં પણ આગળ વધવાની તક મળશે અને શહેરમાં રમતગમતનું વાતાવરણ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો : Ahmedabad Sports Projects: કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદમાં બનશે આધુનિક સ્ટેડિયમ