Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં પાણીની તમામ ટાંકીઓની 6 મહિને સફાઈ કરાશે, ખાડા-પેચવર્ક 4 દિવસમાં પૂર્ણ કરવા સૂચના

AMC Ahmedabad Standing Committee: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે યોજાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને વિવિધ વહીવટી કામગીરી...
R Gajjar
R GajjarUpdated on: 24 Sep 2026 07:38 PM IST
અમદાવાદમાં પાણીની તમામ ટાંકીઓની 6 મહિને સફાઈ કરાશે, ખાડા-પેચવર્ક 4 દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઅમદાવાદમાં પાણીની તમામ ટાંકીઓની 6 મહિને સફાઈ કરાશે, ખાડા-પેચવર્ક 4 દિવસમાં પૂર્ણ કરવા સૂચના

AMC Ahmedabad Standing Committee

AMC Ahmedabad Standing Committee: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે યોજાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને વિવિધ વહીવટી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

શહેરની તમામ પાણીની ટાંકીઓની 6 મહિને સફાઈ કરવા સૂચના

તાજેતરમાં અસારવા ગામમાં આવેલી પાણીની ટાંકીની સફાઈ દરમિયાન હાડકા જેવી વસ્તુ મળી આવવાની ઘટનાને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં આવેલી પાણીની ટાંકીઓમાં દર 6 મહિને સફાઈની કામગીરી કરવામાં આવે છે. અસારવા ગામની પાણીની ટાંકીમાં સફાઈ દરમિયાન હાડકા જેવી વસ્તુ મળી આવ્યા બાદ તેની જાણ સંબંધિત અધિકારીઓ અને પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ એફએસએલની ટીમ દ્વારા પણ સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં આવેલી પાણીની ટાંકીઓની દર 6 મહિને નિયમિત સફાઈ કરવાની સૂચના આપવામાં આવી છે.

વરસાદ બાદ બાકી રહેલા ખાડા 4 દિવસમાં પુરાશે

ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, શહેરમાં મોટાભાગના ખાડાઓનું રિપેરિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જોકે, હજુ પણ કોઈ વિસ્તારમાં ખાડા બાકી હોય અથવા મોટા પેચવર્કની જરૂરિયાત હોય તો આવી કામગીરી આગામી 4 દિવસમાં પૂર્ણ કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી ઝડપી અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સંબંધિત વિભાગના અધિકારીઓ અને રોડના કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ગણેશ વિસર્જન માટે 38 સ્થળોએ કુંડ તૈયાર

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને પણ AMC દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે 38 સ્થળોએ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડના 290 જવાનો જરૂરી સાધનસામગ્રી સાથે તૈનાત રહેશે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા 2 બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશાળ મૂર્તિઓ માટે 38 સ્થળોએ ક્રેનની વ્યવસ્થા

ગણપતિની વિશાળ મૂર્તિઓના વિસર્જન માટે તમામ 38 વિસર્જન કુંડના સ્થળોએ ખાસ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]