Ahmedabadમાં ટ્રીમિંગ પોલિસીમાં ફેરફાર, હવે વૃક્ષ કાપવા-ટ્રીમિંગ માટે ઓનલાઈન ફરિયાદથી સ્થળ પર જ ચુકવણી



Ahmedabad Tree Trimming Policy
Ahmedabadમાં ટ્રીમિંગ પોલિસીમાં ફેરફાર, હવે વૃક્ષ કાપવા-ટ્રીમિંગ માટે ઓનલાઈન ફરિયાદથી સ્થળ પર જ ચુકવણી



Ahmedabad Tree Trimming Policy
Ahmedabad Tree Trimming Policy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષોના ટ્રીમિંગને લઈને નાગરિકોની સુવિધામાં વધારો કરતી નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. પોતાના પ્રિમાઇસીસમાં ઉગેલા મોટા વૃક્ષના ટ્રીમિંગ માટે હવે નાગરિકોએ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. નાગરિકો ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે અને ત્યારબાદ કોર્પોરેશનની ટીમ સ્થળ પર જઈને ટ્રીમિંગની કામગીરી માટે વ્યવસ્થા કરશે.
ટ્રીમિંગની રકમ માટે સિવિક સેન્ટર જવાની જરૂર નહીં
નવી વ્યવસ્થા મુજબ ટ્રીમિંગ માટે નક્કી કરવામાં આવેલી રકમ ભરવા માટે નાગરિકોએ હવે સિવિક સેન્ટર સુધી જવાની જરૂર રહેશે નહીં. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ પર જ રકમ વસૂલશે અને ઓનલાઈન રસીદ આપવામાં આવશે. આ વ્યવસ્થાથી ટ્રીમિંગની કામગીરી વધુ સરળ અને પારદર્શક બને તેવી અપેક્ષા છે. નાગરિકોને ફરિયાદથી લઈને ચુકવણી સુધીની પ્રક્રિયામાં વધુ સુવિધા મળશે.
હોર્ડિંગ્સની આસપાસ વૃક્ષોના વાવેતર અંગે પણ નિર્ણય
બીજી તરફ, મોટા હોર્ડિંગ્સની આસપાસ વૃક્ષોના વાવેતર અંગે પણ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હાલ મોટા હોર્ડિંગ્સની આસપાસ ઊંચા થતા વૃક્ષો હોર્ડિંગ્સની દૃશ્યતા પર અસર કરતા હોવાથી કેટલીક એજન્સીઓ દ્વારા વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી કરવામાં આવતી હોવાની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં વૃક્ષોના ટ્રીમિંગને લઈને એજન્સીઓ સામે દંડની કાર્યવાહી અથવા વિવાદ ઊભો થઈ શકે છે.
નવા હોર્ડિંગ્સ પાસે ઓછા ઊંચાઈવાળા વૃક્ષો વવાશે
આ પ્રકારની સમસ્યા ભવિષ્યમાં ન સર્જાય તે માટે નવા મોટા હોર્ડિંગ્સની આસપાસ ઓછી ઊંચાઈવાળા વૃક્ષોનું વાવેતર કરવાની દિશામાં આયોજન કરવામાં આવશે. કોર્પોરેશનનો હેતુ એક તરફ નાગરિકોને વૃક્ષોના ટ્રીમિંગ માટે સરળ સેવા આપવાનો અને બીજી તરફ હોર્ડિંગ્સ તથા વૃક્ષોના ટ્રીમિંગને લઈને ભવિષ્યમાં ઊભા થતા વિવાદો અને દંડની સ્થિતિને ટાળવાનો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





