Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : શહેરની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો થઈ દોડતી

Ahmedabad : અમદાવાદ શહેરમાં આજે 10 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શિક્ષણ અને સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી છે.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 02:16 PM IST
Ahmedabad : શહેરની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી,  બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો થઈ દોડતીAhmedabad : શહેરની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી,  બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો થઈ દોડતી

Ahmedabad

Ahmedabad : અમદાવાદ શહેરમાં આજે 10 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શિક્ષણ અને સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી છે. ધમકી મળ્યા બાદ પોલીસ, ફાયર વિભાગ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક અલગ-અલગ સ્કૂલોમાં પહોંચી હતી. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલી રજા આપવામાં આવી

મળતી માહિતી મુજબ, અમદાવાદના મોટાભાગના પશ્ચિમ વિસ્તારની સ્કૂલોને ધમકી આપવામાં આવી છે. જેમાં વેજલપુરની ઝાયડસ સ્કૂલ, સેટેલાઈટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, છારોડીની SGVP સ્કૂલ, સંત કબીર સ્કૂલ અને ડ્રાઈવ-ઇન રોડ પર આવેલી એશિયા સ્કૂલનો પણ સમાવેશ થાય છે. ધમકી મળ્યા બાદ કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલી રજા આપવામાં આવી હતી.

DEO દ્વારા સ્કૂલ સંચાલકોને સૂચના આપવામાં આવી

ઝાયડસ સ્કૂલ, વેજલપુર ખાતે વિદ્યાર્થીઓને વહેલી રજા આપી દેવામાં આવી હતી. બીજી તરફ, શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ સ્કૂલો માટે જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. DEO દ્વારા સ્કૂલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓમાં પેનિક ન ફેલાય તે રીતે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે અને વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને સોંપવામાં આવે. સાથે જ તમામ સ્કૂલોને પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ધમકી અંગે જાણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્કૂલ પરિસર, વર્ગખંડો તથા આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે ધમકીને ગંભીરતાથી લેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફની સુરક્ષા માટે જરૂરી તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમો દ્વારા તપાસ ચાલુ છે. સુરક્ષા એજન્સીઓની તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકીની હકીકત અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

આ પણ વાંચો : Arvalli News : માલપુરમાં હચમચાવતી ઘટના, નેસડા ગામે મહિલાએ બે વર્ષની બાળકી સાથે કૂવામાં ઝંપલાવ્યું

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.