Ahmedabad MD Drugs Factory: અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, રહેણાક મકાનના બેઝમેન્ટમાં ચાલતું હતું નેટવર્ક

Ahmedabad MD Drugs Factory: અમદાવાદના સરખેજ વિસ્તારમાં નશાના કારોબાર સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી કાર્યવાહી કરી છે. બેઝમેન્ટમાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની કથિત ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
Nisha Parmar
Nisha Parmar
NCB busts MD drugs factory Sarkhej Ahmedabad સરખેજ ડ્રગ્સ ફેક્ટરીNCB busts MD drugs factory Sarkhej Ahmedabad સરખેજ ડ્રગ્સ ફેક્ટરી

NCB busts MD drugs factory Sarkhej Ahmedabad સરખેજ ડ્રગ્સ ફેક્ટરી

Ahmedabad MD Drugs Factory: અમદાવાદના સરખેજ વિસ્તારમાં નશાના કારોબાર સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી કાર્યવાહી કરી છે. રહેણાક મકાનના બેઝમેન્ટમાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની કથિત ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલ, કાચો માલ અને સાધનો મળી આવ્યાં છે. જપ્ત કરાયેલી સામગ્રીની કિંમત કરોડો રૂપિયામાં હોવાની આશંકા છે. આ મામલે મકાનના માલિકને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

સરખેજના રહેણાક મકાનમાં ચાલતું હતું MD ડ્રગ્સનું ઉત્પાદન

NCBની ટીમે 15 નવેમ્બરની વહેલી સવારે સરખેજના મોહમ્મદી પાર્ક નજીક આવેલા લેબેન પાર્કમાં દરોડો પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન એક રહેણાક મકાનના બેઝમેન્ટમાં MD ડ્રગ્સ એટલે કે મેફેડ્રોન બનાવવાનું કથિત સેટઅપ મળી આવ્યું હતું. અહીંથી ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ, કાચો માલ અને વિવિધ સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલી સામગ્રીની કિંમત કરોડો રૂપિયાની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મકાનના માલિકને પૂછપરછ માટે અટકાયતમાં લેવાયા

આ કાર્યવાહી દરમિયાન NCBએ મકાનના માલિકને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. તપાસ એજન્સી હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કથિત ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી અને તેમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ તથા કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો. આ ઉપરાંત અહીં તૈયાર થતું MD ડ્રગ્સ કોને અને કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

બોપલની કોફી શોપમાં પણ NCBના દરોડા

તપાસ દરમિયાન મકાનના માલિક સાથે જોડાયેલી બોપલની એક કોફી શોપ સુધી પણ NCBની ટીમ પહોંચી હતી. એજન્સીએ ત્યાં અલગથી તપાસ હાથ ધરી હતી. કોફી શોપનો કથિત ડ્રગ્સ નેટવર્ક સાથે કોઈ સંબંધ છે કે કેમ અને ત્યાંથી કોઈ સપ્લાય ચેઇનનું સંચાલન થતું હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકો અને બીજા શહેરો સુધી ફેલાયેલા સંભવિત નેટવર્ક અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

NCBની નવી ટીમની મોટી કાર્યવાહી

ગુજરાતના NCB ઝોનલ ડિરેક્ટર તરીકે ઘનશ્યામ સોનીએ ચાર્જ સંભાળ્યા બાદ અમદાવાદમાં આ પ્રથમ મોટી નાર્કોટિક્સ વિરોધી કાર્યવાહી હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ જપ્ત કરાયેલા કેમિકલનું વિશ્લેષણ કરવામાં આવશે. ડ્રગ્સનું ચોક્કસ ઉત્પાદન કેટલા પ્રમાણમાં થતું હતું, અન્ય કોણ-કોણ આ નેટવર્ક સાથે જોડાયેલું છે અને તૈયાર માલ ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : UP Free Tablet Yojana 2026: યોગી સરકારની મોટી પહેલ, સ્વામી વિવેકાનંદ યુવા સશક્તિકરણ યોજના હેઠળ 25 લાખ ટેબલેટ વિતરણનો પ્રારંભ