Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં 35 ઈંચ વરસાદમાં 27 ભૂવા પડ્યા, સમારકામ પાછળ રૂ.2 કરોડનો ખર્ચ

Ahmedabad Road Cave-In Repair Cost: અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ પર પડતા ખાડા અને ભૂવાના કારણે વાહનચાલકો તથા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ચાલુ ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 03:53 PM IST
અમદાવાદમાં 35 ઈંચ વરસાદમાં 27 ભૂવા પડ્યા, સમારકામ પાછળ રૂ.2 કરોડનો ખર્ચઅમદાવાદમાં 35 ઈંચ વરસાદમાં 27 ભૂવા પડ્યા, સમારકામ પાછળ રૂ.2 કરોડનો ખર્ચ

Ahmedabad Road Cave-In Repair Cost

Ahmedabad Road Cave-In Repair Cost: અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ પર પડતા ખાડા અને ભૂવાના કારણે વાહનચાલકો તથા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ચાલુ ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા 27 જેટલા ભૂવાના સમારકામ પાછળ મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ.2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

અખબારી અહેવાલ મુજબ, આ વર્ષે ચોમાસામાં અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં આશરે 35 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ધસી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી. આ ભૂવાના સમારકામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ સ્થળોએ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ભૂવાના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ

મળતી વિગતો મુજબ, સાબરમતી વિસ્તારમાં પડેલા ભૂવાના સમારકામ પાછળ રૂ.25 લાખનો ખર્ચ થયો છે. જ્યારે એસ.જી. હાઇવે પર પડેલા ભૂવાના સમારકામ પાછળ રૂ.18 લાખનો ખર્ચ થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત શહેરના ગોતા, જીવરાજ પાર્ક, મકતમપુરા, જોધપુર, વાસણા, નવરંગપુરા, જમાલપુર, કાંકરિયા, બેહેરામપુરા, નિકોલ અને અન્ય વિસ્તારોમાં પણ ભૂવાના સમારકામની કામગીરી કરવામાં આવી છે.

ક્યાં કેટલો ખર્ચ થયો?

  • સ્વાદ ગાંઠીયા, એસ.જી. હાઇવે – રૂ.18 લાખ

  • સિલ્વર ઓક કોલેજ રોડ, ગોતા – રૂ.8 લાખ

  • બાગબાન સર્કલથી ટાઇમ્સ સ્ક્વેર રોડ – રૂ.4.40 લાખ

  • સહજાનંદ ટાવર પાસે, જીવરાજ પાર્ક – રૂ.8.32 લાખ

  • જીવરાજ બેકરી, જીવરાજ પાર્ક – રૂ.7.40 લાખ

  • આમેનાખાતુન હોસ્પિટલ, મક્તમપુરા- 3.24 લાખ

  • યોગાશ્રમ સોસાયટી, જોધપુર – રૂ.2 લાખ

  • રન્નાનાગારની સામે, સાબરમતી – રૂ.25 લાખ

  • સહજ સર્કલ, વાસણા – રૂ.5 લાખ

  • APMC ચાર રસ્તા, વાસણા – રૂ.1.40 લાખ

  • વાસણા ગામ, શાક માર્કેટ પાસે – રૂ.2.40 લાખ

  • સહજાનંદ ચાર રસ્તા પાસે – રૂ.4.40 લાખ

  • લૉ-ગાર્ડન પાસે – રૂ.3.90 લાખ

  • બાટા શોરૂમ પાસે, નવરંગપુરા – રૂ.5.50 લાખ

  • માણેકબાગ પાસે – રૂ.2.50 લાખ

  • રંભા કોમ્પ્લેક્સ પાસે, સ્ટેડિયમ વોર્ડ – રૂ.15 લાખ

  • પલ્લવ ચાર રસ્તા – રૂ.4 લાખ

  • ઓડનો ટેકરો, નવા વાડજ – રૂ.2.32 લાખ

  • વિજયનગર ક્રોસિંગ, નવા વાડજ – રૂ.6.88 લાખ

  • કાચની મસ્જિદ પાસે, જમાલપુર – રૂ.26.40 લાખ

  • વોરવાડ, રાયખડ પાસે – રૂ.1.25 લાખ

  • APMC પાસે, જમાલપુર – રૂ.6.25 લાખ

  • વનટ્રી હિલ ગાર્ડન પાસે, કાંકરિયા – રૂ.17.15 લાખ

  • મેલડી માતાના મંદિર પાસે, બેહેરામપુરા – રૂ.4.40 લાખ

  • અપના નગર, બેહેરામપુરા – રૂ.0.40 લાખ

  • નિકોલ ગામ, ભોઈવાસ – રૂ.2 લાખ

  • વાળીનાથ સોસાયટી પાસે, ઓઢવ – રૂ.8.88 લાખ

  • ક્રોમા જંકશન પાસે, રામોલ – રૂ.6.50 લાખ

ખાડા બાદ હવે ભૂવાના સમારકામનો પણ મોટો ખર્ચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ચોમાસા દરમિયાન રોડ પર પડતા ખાડા પુરવા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં પડતા ભૂવાના સમારકામની કામગીરી પણ પડકારરૂપ બની છે. ભારે વરસાદ બાદ ભૂવા પડવાની ઘટનાઓને પગલે તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવું પડે છે. અહેવાલમાં દર્શાવાયેલા આંકડા પ્રમાણે વિવિધ સ્થળોના સમારકામ પાછળ થયેલો ખર્ચ લાખોમાં છે અને કુલ મળીને આ કામગીરી પાછળ આશરે રૂ.2 કરોડનો ખર્ચ થયો હોવાનું જણાવાયું છે.

વરસાદ બાદ રોડની સ્થિતિ પર સવાલ

ચોમાસા દરમિયાન ભૂવા પડવા અને તેના સમારકામ પાછળ થતો મોટો ખર્ચ શહેરના રસ્તાઓની ગુણવત્તા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે પણ ચર્ચા ઉભી કરે છે. હવે આગામી સમયમાં ભારે વરસાદ થાય ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા રોડ અને ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]