Ahmedabad Riverfront પર પોલીસની લાલ આંખ, બ્લેક ફિલ્મ-નંબર પ્લેટ વગરના વાહનો પર તવાઈ

Ahmedabad ના Riverfront વિસ્તારમાં રાત્રિના સમયે અમદાવાદ પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધરતા નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
Vivek Shah
Vivek Shah
Ahmedabad RiverfrontAhmedabad Riverfront

Ahmedabad Riverfront

Ahmedabad Riverfront : ચેકિંગ દરમિયાન ખાસ કરીને બ્લેક ફિલ્મ લગાવેલી કારો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો પર પોલીસની નજર રહી હતી. વાહનોને રોકીને પોલીસ કર્મચારીઓ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિવરફ્રન્ટ પર રાત્રિ ચેકિંગમાં પોલીસનો સપાટો

રિવરફ્રન્ટ વિસ્તારમાં રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે અવરજવર કરતા હોય છે. આ દરમિયાન કેટલાક વાહનચાલકો દ્વારા વાહનમાં બ્લેક ફિલ્મનો ઉપયોગ કરવામાં આવતો હોવાની સાથે નંબર પ્લેટ સંબંધિત નિયમોનું પણ પાલન ન થતું હોવાની સ્થિતિ સામે આવે છે.

આવી ગેરરીતિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન પોલીસની ટીમોએ વિવિધ વાહનોને રોકી દસ્તાવેજો અને વાહનની નંબર પ્લેટ સહિતની વિગતોની તપાસ કરી હતી. ખાસ કરીને વાહન પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

બ્લેક ફિલ્મ-નંબર પ્લેટ પર પોલીસની નજર

અમદાવાદ પોલીસના આ સઘન ચેકિંગને પગલે રિવરફ્રન્ટ વિસ્તારમાં વાહનચાલકોમાં સતર્કતા જોવા મળી હતી. પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વધારવામાં આવતા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહીનો સંદેશ સ્પષ્ટ થયો છે.

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, માર્ગ સલામતી વધે અને વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા સમયાંતરે આવા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. રિવરફ્રન્ટ પર હાથ ધરાયેલા આ રાત્રિ ચેકિંગમાં બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના વાહનો ખાસ પોલીસના રડારમાં રહ્યા હતા. અમદાવાદ પોલીસની આ કાર્યવાહીથી નિયમોનું પાલન કરતા વાહનચાલકોમાં રાહત જોવા મળી રહી છે, જ્યારે નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો માટે પોલીસનું આ ચેકિંગ ચેતવણી સમાન બન્યું છે.