Get News Alerts

Never miss breaking news updates.

મકરબા LC-24 રેલવે ઓવરબ્રિજ પાસે ટ્રાફિક કન્જેશન મુદ્દે AMC એક્શનમાં, કેપ્સ્યુલ ડિઝાઇનથી ટ્રાફિક ચેનલાઇઝ

Makarba LC-24 Railway Overbridge Traffic: અમદાવાદના મકરબા ખાતે LC-24 રેલવે ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ આસપાસના માર્ગો પર ટ્રાફિક કન્જેશનની સ્થિતિ અંગે રજૂઆતો સામે આવી હતી. આ મામલે અમદાવાદ...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 06:28 PM IST
મકરબા LC-24 રેલવે ઓવરબ્રિજ પાસે ટ્રાફિક કન્જેશન મુદ્દે AMC એક્શનમાં, કેપ્સ્યુલ ડિઝાઇનથી ટ્રાફિક ચેનલાઇઝમકરબા LC-24 રેલવે ઓવરબ્રિજ પાસે ટ્રાફિક કન્જેશન મુદ્દે AMC એક્શનમાં, કેપ્સ્યુલ ડિઝાઇનથી ટ્રાફિક ચેનલાઇઝ

Makarba LC-24 Railway Overbridge Traffic,

Makarba LC-24 Railway Overbridge Traffic: અમદાવાદના મકરબા ખાતે LC-24 રેલવે ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ આસપાસના માર્ગો પર ટ્રાફિક કન્જેશનની સ્થિતિ અંગે રજૂઆતો સામે આવી હતી. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક કન્જેશનને ધ્યાનમાં રાખીને AMC દ્વારા કેપ્સ્યુલ ડિઝાઇન તૈયાર કરી ટ્રાફિકને યોગ્ય રીતે ચેનલાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વ્યવસ્થાથી ટ્રાફિકના પ્રવાહને સુવ્યવસ્થિત કરવામાં આવ્યો હોવાનો AMC દ્વારા જણાવાયું છે.

કોર્પોરેટ ચાર રસ્તાથી SG હાઈવે સુધી રોડ પહોળો કરાશે

ટ્રાફિકની સમસ્યાના વધુ અસરકારક નિરાકરણ માટે AMC દ્વારા કોર્પોરેટ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે સુધીના હયાત રોડને સંપૂર્ણ પહોળાઈમાં વાઈડનિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ રોડ વાઈડનિંગની કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગ પર ટ્રાફિકના પ્રવાહમાં વધુ સુધારો થવાની શક્યતા છે. AMC દ્વારા આ દિશામાં કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

ડિઝાઇન કન્સલ્ટન્ટને ટેકનિકલ અભ્યાસની જવાબદારી

મકરબા LC-24 ઓવરબ્રિજ પ્રોજેક્ટના ડિઝાઇન કન્સલ્ટન્ટ DELF Consulting Engineers (India) Pvt. Ltd.ને હાલની ટ્રાફિક પરિસ્થિતિનો ટેકનિકલ અભ્યાસ કરીને વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવાયું છે. કન્સલ્ટન્ટ દ્વારા ટ્રાફિક કન્જેશનના મૂળ કારણો, ટ્રાફિક ફ્લો સહિતના વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવશે. સાથે જ હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક કયા સુધારાત્મક પગલાં લઈ શકાય અને ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે પણ સૂચનો રજૂ કરવાના રહેશે.

લાંબાગાળાના કાયમી નિરાકરણ પર ભાર

AMC દ્વારા જણાવાયું છે કે ટેકનિકલ અભ્યાસ અને ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસેથી મળનારી માહિતીના આધારે યોગ્ય તકનિકી મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ જાહેર હિતમાં ટ્રાફિક કન્જેશન નિવારવા માટે જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ રીતે મકરબા LC-24 ઓવરબ્રિજ આસપાસ સર્જાતી ટ્રાફિક સમસ્યાના તાત્કાલિક તેમજ લાંબાગાળાના નિરાકરણ માટે AMC દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]