અમદાવાદના જામફળવાડીમાં પાણીની સમસ્યાથી હાહાકાર, દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી રહીશો પરેશાન



Jamalpurwadi Contaminated Water Problem Ahmedabad
અમદાવાદના જામફળવાડીમાં પાણીની સમસ્યાથી હાહાકાર, દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી રહીશો પરેશાન



Jamalpurwadi Contaminated Water Problem Ahmedabad
Jamalpurwadi Contaminated Water Problem Ahmedabad: અમદાવાદ શહેરના રામોલ રોડ પર આવેલા જામફળવાડી વિસ્તારની સંતદેવ ટેનામેન્ટ સોસાયટીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. એક તરફ સોસાયટીમાં ગંદુ અને દૂષિત પાણી આવી રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે, તો બીજી તરફ પાણીનું પ્રેશર અત્યંત ઓછું હોવાથી અનેક ઘરો સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા લેવામાં આવેલા વીડિયોમાં મોટર અને પંપ ચાલુ કરવા છતાં નળમાંથી ખૂબ જ ઓછા પ્રેશરથી ડોહળું અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે પીવાના ચોખ્ખા પાણી માટે રહીશોને મુશ્કેલી પડી રહી છે.

ઓછા પ્રેશરના કારણે અનેક ઘરોમાં પાણી પહોંચતું નથી
સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની લાઈનમાં પૂરતું પ્રેશર ન હોવાથી સોસાયટીની છેલ્લી લાઈન સહિત અનેક ઘરો સુધી પાણી પહોંચતું નથી. મોટર ચાલુ કરવા છતાં માંડ થોડું પાણી આવતું હોવાની ફરિયાદ રહીશો કરી રહ્યા છે.

દૂષિત પાણીથી રોગચાળાનો ભય
નળમાંથી આવતું પાણી ગંદુ અને પીવા અયોગ્ય હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. દૂષિત પાણીના કારણે ઘરોમાં પીવાના ચોખ્ખા પાણીની અછત સર્જાઈ છે. સાથે જ આ પ્રકારનું પાણી સતત આવતું રહેતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે.
ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળતું હોવાની આશંકા
સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ક્યાંક ભંગાણ અથવા લીકેજ હોવાના કારણે ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી રહ્યું હોઈ શકે છે. જોકે, આ બાબતની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે છે.
AMC પાસે તાત્કાલિક કામગીરીની માંગ
સંતદેવ ટેનામેન્ટ સોસાયટીના રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને વોટર સપ્લાય વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોની માંગ છે કે વિસ્તારની પાણીની પાઈપલાઈનનું તાત્કાલિક ચેકિંગ કરવામાં આવે, લીકેજ કે ભંગાણ હોય તો તેનું સમારકામ કરવામાં આવે અને પૂરતા પ્રેશર સાથે ચોખ્ખું પીવાનું પાણી પહોંચાડવામાં આવે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો સત્વરે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





