Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વિવાદમાં, પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે NSUI દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા વિવાદ વકર્યો છે. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન વિદેશમાં કરવામાં આવેલી ખરીદીને લઈને NSUIએ વિરોધ નોંધાવ્યો.
Kunjan ShuklaUpdated on: 19 Sep 2026 04:01 PM IST
Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વિવાદમાં, પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણAhmedabad : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વિવાદમાં, પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ

Ahmedabad

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે NSUI દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા વિવાદ વકર્યો છે. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન વિદેશમાં કરવામાં આવેલી ખરીદીને લઈને NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. NSUIના આક્ષેપ મુજબ, સરકારી નાણાંનો ઉપયોગ કરીને વ્યક્તિગત ઉપયોગની વસ્તુઓ જેવી કે લિપસ્ટિક, કપડાં અને બ્યુટી પ્રોડક્ટ્સની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદી દુબઈ અને અમેરિકાના બ્રાન્ડેડ સ્ટોરમાંથી કરવામાં આવી હોવાનો પણ NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

બંગડી અને બ્યુટી પ્રોડક્ટ્સ તોડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો

આ ઉપરાંત પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ભરતી કૌભાંડ, સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ તેમજ તેમના દીકરાના ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરવા જેવા ગંભીર આક્ષેપો પણ NSUI દ્વારા કરવામાં આવ્યા છે. જોકે, આ તમામ આક્ષેપો અંગે સત્તાવાર તપાસ અને સંબંધિત પક્ષનો જવાબ મહત્વપૂર્ણ રહેશે.

આ મુદ્દે NSUIના કાર્યકરો દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરો કુલપતિની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન બંગડી અને બ્યુટી પ્રોડક્ટ્સ તોડીને પ્રતીકાત્મક રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ સરકારી નાણાંના ઉપયોગ અંગે જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી.

યુનિવર્સિટી પરિસરમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો

વિરોધ દરમિયાન પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે કેટલાક NSUI કાર્યકરોની અટકાયત કરી હતી. ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. NSUIએ પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન થયેલી ખરીદી, નાણાકીય વ્યવહારો અને અન્ય આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. હવે સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર અને સંબંધિત સત્તાવાળાઓ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Suratમાં Zeptoના ગોડાઉનમાં એક્સપાયરી વસ્તુઓ મળી, ₹25 હજારનો દંડ; શોકોઝ નોટિસ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.