ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ચેન્નઇથી ઝડપાયો!



Ahmedabad Cyber Crime Bomb Threat
ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ચેન્નઇથી ઝડપાયો!



Ahmedabad Cyber Crime Bomb Threat
Ahmedabad Cyber Crime Bomb Threat: અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. ગુજરાત હાઇકોર્ટ તથા સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને સાયબર ક્રાઇમની ટીમે ચેન્નઇ ખાતેથી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, 5 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટ અને સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો. ધમકીભર્યો મેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ સાયબર ક્રાઇમે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ધમકીભર્યો મેઇલ મોકલનાર આરોપી સુધી પોલીસ પહોંચી હતી.
ચેન્નઇથી આરોપીની ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે તપાસ આગળ ધપાવીને આરોપીને ચેન્નઇમાંથી ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ કયા કારણોસર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી અને આ સમગ્ર કાવતરું પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ આરોપીની પૂછપરછ કરી ધમકીભર્યા મેઇલ પાછળનો હેતુ તેમજ અન્ય વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



