Ahmedabad Crime Branchની મોટી કાર્યવાહી: કારમાંથી 938 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીની ધરપકડ



Ahmedabad Crime Branch MD Drugs Seized
Ahmedabad Crime Branchની મોટી કાર્યવાહી: કારમાંથી 938 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીની ધરપકડ



Ahmedabad Crime Branch MD Drugs Seized
Ahmedabad Crime Branch MD Drugs Seized: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે હોન્ડા સિટી કારમાં તપાસ દરમિયાન 938 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ મુજબ ઝડપાયેલ MD ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ.28 લાખ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે રૂ.4.5 કરોડ હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે અસલમ, ઇમરાન અને શહેઝાદ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ MD ડ્રગ્સને કારની મ્યુઝિક સિસ્ટમ પાછળ પેકેટમાં છુપાવી રાખ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન આ જથ્થો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અગાઉ પણ 5થી 6 વખત અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી આપી હોવાની માહિતી સામે આવી છે. પોલીસ હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું અને અમદાવાદમાં કોને ડિલિવરી કરવામાં આવતું હતું તે અંગે તપાસ કરી રહી છે.
પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ડ્રગ્સના નેટવર્ક, સપ્લાયર અને અન્ય સંડોવાયેલા લોકો અંગે મહત્વની વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.
પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ અમદાવાદ પહોંચ્યા બાદ ડ્રગ્સની ડિલિવરી કરવાની હતી. જોકે, ડિલિવરીના અંતિમ તબક્કા સુધી ડ્રગ્સને ક્યાં અને કેવી રીતે છુપાવવામાં આવતું હતું, તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





