Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabadમાં ઓલા-ઉબર-રેપિડો સામે રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ, ગાંધીનગરમાં એકત્રિત

Ahmedabad Auto Taxi Drivers Protest: અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા ઓલા, ઉબર અને રેપિડો જેવી ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. યુનિયનના જણાવ્યા મુજબ, રિક્ષા અને ટેક્સી...
R Gajjar
R GajjarUpdated on: 28 Sep 2026 05:09 PM IST
Ahmedabadમાં ઓલા-ઉબર-રેપિડો સામે રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ, ગાંધીનગરમાં એકત્રિતAhmedabadમાં ઓલા-ઉબર-રેપિડો સામે રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ, ગાંધીનગરમાં એકત્રિત

Ahmedabad Auto Taxi Drivers Protest

Ahmedabad Auto Taxi Drivers Protest: અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા ઓલા, ઉબર અને રેપિડો જેવી ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. યુનિયનના જણાવ્યા મુજબ, રિક્ષા અને ટેક્સી ચાલકો છેલ્લા 4થી 5 વર્ષથી વિવિધ સમસ્યાઓ અંગે સરકાર અને સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરી રહ્યા છે, છતાં હજુ સુધી તેમની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી.

ભાડા અને ઓનલાઈન એગ્રીગેટર સેવાઓને લઈને આક્ષેપ

યુનિયનના આક્ષેપ મુજબ, સફેદ નંબર પ્લેટવાળા થ્રી-વ્હીલર અને ઓનલાઈન એગ્રીગેટર સેવાઓને લઈને નિયમોના પાલનનો પ્રશ્ન છે. રિક્ષા અને ટેક્સી ચાલકોને સરકારી ધારાધોરણ મુજબનું ભાડું મળતું ન હોવાનો પણ યુનિયને આક્ષેપ કર્યો છે. યુનિયનનો દાવો છે કે ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓના કારણે ચાલકોનું 50 ટકાથી વધુ શોષણ થઈ રહ્યું છે. આ મુદ્દે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હોવાનું યુનિયનનું કહેવું છે.

RTOથી મુખ્યમંત્રી સુધી રજૂઆતોનો દાવો

અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના જણાવ્યા મુજબ, અમદાવાદ RTO, કલેક્ટર કચેરી, વાહનવ્યવહાર મંત્રી, પ્રાદેશિક કમિશનર તેમજ મુખ્યમંત્રી સુધી વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ ન આવ્યો હોવાનો યુનિયને આક્ષેપ કર્યો છે.

ટ્રાન્સપોર્ટ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક

આજે ટ્રાન્સપોર્ટ કમિશનરની અધ્યક્ષતામાં ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ તથા રિક્ષા-ટેક્સી ચાલકોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. યુનિયનના જણાવ્યા મુજબ, બેઠકમાં પણ ચાલકોની સમસ્યાઓના ઉકેલ માટે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, બેઠકમાં થયેલી ચર્ચા અને સરકાર અથવા એગ્રીગેટર કંપનીઓ તરફથી સત્તાવાર નિર્ણય અંગેની વિગત અલગથી સામે આવવાની બાકી છે.

ગાંધીનગરમાં વિરોધ, લડત ચાલુ રાખવાની ચીમકી

વિરોધના ભાગરૂપે રિક્ષા અને ટેક્સી ચાલકો ગાંધીનગર સ્થિત વાહનવ્યવહાર કમિશનરની કચેરી ખાતે એકત્રિત થઈ રહ્યા છે. યુનિયન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે અને રિક્ષા-ટેક્સી ચાલકોની સમસ્યાઓનું નિરાકરણ થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]