Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 50 લાખનું સોનું ઝડપાયું

Ahmedabad Airport Gold Seized: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના AIU યુનિટે મોટી કાર્યવાહી હાથ ધરીને અલગ-અલગ ત્રણ કેસમાં સોનાનો જથ્થો જપ્ત કર્યો છે.
R Gajjar
R GajjarUpdated on: 26 Aug 2026 09:50 PM IST
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 50 લાખનું સોનું ઝડપાયુંઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 50 લાખનું સોનું ઝડપાયું

Ahmedabad Airport Gold Seized

Ahmedabad Airport Gold Seized: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના AIU યુનિટે મોટી કાર્યવાહી હાથ ધરીને અલગ-અલગ ત્રણ કેસમાં સોનાનો જથ્થો જપ્ત કર્યો છે. ત્રણેય કેસમાં કુલ આશરે 299 ગ્રામ સોનું મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની કુલ કિંમત અંદાજે 50 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

એતિહાદ એરલાઇન્સની મહિલા યાત્રી પાસેથી સોનું ઝડપાયું

પ્રથમ કેસમાં એતિહાદ એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી એક મહિલા યાત્રીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 24 કેરેટની બે સોનાની ચેઇન મળી આવી હતી. આ સોનાનું વજન 100.060 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેની કિંમત આશરે રૂ.16.72 લાખ હોવાનું જણાવાયું છે.

એર અરેબિયા ફ્લાઇટના કપલ પાસેથી 22 કેરેટનું સોનું

બીજા કેસમાં એર અરેબિયા ફ્લાઇટમાં અમદાવાદ આવેલા એક કપલની તપાસ દરમિયાન સોનાનો જથ્થો મળી આવ્યો હતો. બંને પાસેથી 22 કેરેટની ચાર સોનાની બંગડીઓ અને બે સોનાની ચેઇન જપ્ત કરવામાં આવી હતી. આ સોનાનું વજન 140.030 ગ્રામ અને કિંમત આશરે રૂ.23.41 લાખ હોવાનું સામે આવ્યું છે.

કુવૈત એરવેઝની મહિલા યાત્રી પાસેથી નેકલેસ સહિત દાગીના જપ્ત

ત્રીજા કેસમાં કુવૈત એરવેઝની ફ્લાઇટમાં આવેલી મહિલા યાત્રીની તપાસ દરમિયાન 22 કેરેટનું નેકલેસ, બે કાનની બુટ્ટી, એક વીંટી અને બે સોનાની ચેઇન મળી આવી હતી. આ દાગીનાનું કુલ વજન 59.400 ગ્રામ હોવાનું જણાવાયું છે અને તેની કિંમત આશરે રૂ.9.99 લાખ હોવાનું સામે આવ્યું છે.

ત્રણ કેસમાં લાખોનું સોનું જપ્ત

આમ, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના AIU યુનિટે અલગ-અલગ ત્રણ કેસમાં આશરે 299 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. સોનાની કુલ કિંમત અંદાજે રૂ.50 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ વિભાગ દ્વારા ત્રણેય કેસમાં સોનાના જથ્થા અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. યાત્રીઓ સોનું કયા હેતુથી અને કયા નિયમો હેઠળ લાવ્યા હતા તે સહિતના મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

કસ્ટમ વિભાગે તપાસ તેજ કરી

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી રોકવા માટે કસ્ટમ વિભાગ દ્વારા સતત ચેકિંગ અને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ત્રણ અલગ-અલગ કેસમાં સોનાના દાગીના મળી આવતા વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]