Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabadની 243 પાણીની ટાંકીઓમાંથી 96ની સફાઈ પૂર્ણ, બાકીની ટાંકીઓની સ્થિતિ અંગે સવાલ

Ahmedabad Water Tank Cleaning: અમદાવાદ શહેરમાં પાણીની ટાંકીઓની સફાઈને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વની માહિતી સામે આવી છે. અમદાવાદમાં કુલ 243 પાણીની ટાંકીઓ આવેલી છે અને તમામ ટાંકીઓની વર્ષમાં બે...
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 06:26 PM IST
Ahmedabadની 243 પાણીની ટાંકીઓમાંથી 96ની સફાઈ પૂર્ણ, બાકીની ટાંકીઓની સ્થિતિ અંગે સવાલAhmedabadની 243 પાણીની ટાંકીઓમાંથી 96ની સફાઈ પૂર્ણ, બાકીની ટાંકીઓની સ્થિતિ અંગે સવાલ

Ahmedabad Water Tank Cleaning

Ahmedabad Water Tank Cleaning: અમદાવાદ શહેરમાં પાણીની ટાંકીઓની સફાઈને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વની માહિતી સામે આવી છે. અમદાવાદમાં કુલ 243 પાણીની ટાંકીઓ આવેલી છે અને તમામ ટાંકીઓની વર્ષમાં બે વખત સફાઈ કરવાની વ્યવસ્થા હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે. કમલેશ પટેલના જણાવ્યા મુજબ, હાલ સુધીમાં આશરે 96 પાણીની ટાંકીઓની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. ટાંકીઓની સફાઈ માટે અલગ-અલગ સમયગાળા નક્કી કરીને શેડ્યૂલ મુજબ કામગીરી કરવામાં આવે છે. કેટલીક ટાંકીઓની સફાઈ જાન્યુઆરીમાં, જ્યારે કેટલીક ટાંકીઓની સફાઈ જુલાઈ દરમિયાન કરવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

બાકીની ટાંકીઓની પણ સફાઈ કરવા સૂચના

પાણીની ટાંકીની સફાઈ સાથે જોડાયેલી એક ગંભીર ઘટના બાદ કોર્પોરેશન દ્વારા સફાઈ પ્રક્રિયાને લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. બાકી રહેલી ટાંકીઓની પણ વર્ષમાં બે વખત નિયમિત સફાઈ થાય તે માટે સૂચના આપવામાં આવી છે. જોકે, 243માંથી હાલ કેટલી ટાંકીઓની સફાઈ બાકી છે તેનો ચોક્કસ આંકડો ચેરમેન દ્વારા આપવામાં આવ્યો નથી. આથી 96 ટાંકીઓની સફાઈ પૂર્ણ થઈ હોવાનું જણાવાયા બાદ બાકીની ટાંકીઓની હાલની સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે.

96 ટાંકીઓની સફાઈ થઈ તો બાકીની 147 ટાંકીઓનું શું?

શહેરમાં કુલ 243 પાણીની ટાંકીઓ સામે 96 ટાંકીઓની સફાઈ પૂર્ણ થઈ હોવાની માહિતી આપવામાં આવી છે. ગણતરી પ્રમાણે 147 ટાંકીઓ અંગે હજુ સ્પષ્ટ સ્થિતિ સામે આવી નથી. આ ટાંકીઓમાંથી કેટલી ટાંકીઓની તાજેતરમાં સફાઈ થઈ છે, કેટલીની સફાઈ બાકી છે અને કઈ ટાંકીઓની આગામી સફાઈ ક્યારે થવાની છે તે અંગે કોર્પોરેશન તરફથી વધુ સ્પષ્ટતા જરૂરી બની છે. પાણી પુરવઠા સાથે સીધી રીતે જોડાયેલી ટાંકીઓની નિયમિત સફાઈ અને જાળવણી જાહેર આરોગ્યની દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોવાથી બાકી રહેલી ટાંકીઓ અંગેની સ્થિતિ પર હવે ધ્યાન કેન્દ્રિત થયું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]