રાજકોટમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો



Rajkot Minor Crime
રાજકોટમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો



Rajkot Minor Crime
Rajkot Minor Crime: રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ સામે આવી છે. સગીરાના વાલીની ફરિયાદના આધારે પોલીસે આરોપી અમૃત ઉર્ફે સન્ની બેલમ સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

કેટર્સમાં કામ દરમિયાન આરોપી સાથે પરિચય થયો
પોલીસના જણાવ્યા મુજબ, આશરે પાંચ મહિના અગાઉ સગીરા કેટર્સના કામે જતી હતી. તે દરમિયાન ભોમેશ્વર વિસ્તારમાં રહેતા અમૃત ઉર્ફે સન્ની બેલમ સાથે તેનો પરિચય થયો હતો. બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થયા બાદ વાતચીત શરૂ થઈ હતી. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
અલગ-અલગ સમયે ઓફિસમાં લઈ જઈ દુષ્કર્મનો આરોપ
ફરિયાદ મુજબ, 27 જૂનથી 26 ઓગસ્ટ દરમિયાન આરોપી સગીરાને પોતાના વાહનમાં બેસાડી જયુબેલી ચોક નજીક આવેલી એક બિલ્ડિંગની ઓફિસમાં લઈ જતો હતો. ત્યાં અલગ-અલગ સમયે સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં આરોપીએ સગીરાના મોબાઇલમાં ફોટા પાડ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારને વાત જણાવતાં પોલીસ ફરિયાદ
આરોપીએ કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ બાદ સગીરા ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ તેણે સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. સગીરાની માતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
BNS અને POCSO હેઠળ ગુનો, આરોપી જેલ હવાલે
ફરિયાદના આધારે થોરાળા પોલીસે BNSની કલમ 65(1), 64(2)(એમ), 351(3), 352 તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધ્યો હતો. રાજકોટના ડીસીપી રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ, પોલીસે ફરિયાદ મળ્યાના ગણતરીના કલાકોમાં આરોપી અમૃત ઉર્ફે સન્ની બેલમને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



