Yagnopavit Dharan: મોડાસાના ઓધારી મંદિરે વૈદિક પરંપરા મુજબ યજ્ઞોપવિત ધારણ, ભૂદેવોએ બદલી જનોઈ



Yagnopavit Dharan
Yagnopavit Dharan: મોડાસાના ઓધારી મંદિરે વૈદિક પરંપરા મુજબ યજ્ઞોપવિત ધારણ, ભૂદેવોએ બદલી જનોઈ



Yagnopavit Dharan
Yagnopavit Dharan: શ્રાવણ સુદ પૂનમના પાવન દિવસે સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધન અને બળેવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા ઓધારી મંદિરે ભૂદેવો દ્વારા વૈદિક પરંપરા મુજબ યજ્ઞોપવિત ધારણ અને જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. મોડાસાના ઓધારી મંદિરે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકઠા થયા હતા. પરંપરાગત રીતે પીતાંબર ધારણ કરી સૌએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઋષિ પરંપરા મુજબ ઋષિઓનું પૂજન-અર્ચન કર્યું હતું.

સૂર્યનારાયણની સાક્ષીએ જનોઈ બદલાઈ
કાર્યક્રમ દરમિયાન ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખી વૈદિક વિધિ કરવામાં આવી હતી. ભૂદેવોએ સામૂહિક રીતે ગાયત્રી મંત્રના જાપ સાથે જનોઈ બદલી યજ્ઞોપવિત ધારણ કર્યું હતું. શ્રાવણ સુદ પૂનમના દિવસે બ્રાહ્મણ સમાજમાં બળેવની ઉજવણીનું વિશેષ મહત્વ છે. વર્ષોથી ચાલી આવતી આ વૈદિક પરંપરાને આજે પણ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક જાળવી રાખવામાં આવી રહી છે.

વૈદિક પરંપરાની ઝલક જોવા મળી
ઓધારી મંદિરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર, ઋષિ પૂજન અને યજ્ઞોપવિત ધારણની પરંપરાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મોટી સંખ્યામાં ભૂદેવોની ઉપસ્થિતિ વચ્ચે ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



