Abhishek Sharmaએ રચ્યો ઈતિહાસ, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં સિક્સનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ


Abhishek Sharma
Abhishek Sharmaએ રચ્યો ઈતિહાસ, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં સિક્સનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ


Abhishek Sharma
Abhishek Sharma: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં શાનદાર સિદ્ધિ પોતાના નામે કરી છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા અભિષેકે ઈનિંગના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈનિંગના પહેલા બોલ પર સૌથી વધુ વખત સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
અભિષેક શર્માએ અફઘાનિસ્તાનના ખેલાડીનો તોડ્યો રેકોર્ડ
અભિષેક શર્મા હંમેશાં પોતાની તોફાની બેટિંગથી બોલર્સ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરે છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં પણ તેને પોતાની જાણીતી આક્રમક સ્ટાઈલ બતાવી હતી. ઈનિંગના પહેલા જ બોલ પર સિક્સ ફટકારીને તેને આ ખાસ સિદ્ધિ મેળવી હતી.
T20 ઈન્ટરનેશનલમાં અભિષેકે સાતમી વખત ઈનિંગના પહેલા બોલ પર સિક્સ ફટકારી છે. આ સાથે તેને અફઘાનિસ્તાનના બેટ્સમેન શફીકુલ્લાહ શિનવારીને પાછળ છોડી દીધો છે. શિનવારીએ આ ફોર્મેટમાં 6 વખત ઈનિંગના પહેલા બોલ પર સિક્સ ફટકારી છે.
સૂર્યકુમાર યાદવ પણ લિસ્ટમાં સામેલ
આ ખાસ રેકોર્ડના લિસ્ટમાં ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે. સૂર્યકુમારે T20 ઈન્ટરનેશનલમાં 5 વખત ઈનિંગના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો છે. બીજી તરફ આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ, ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને UAEના મોહમ્મદ નવીદ આ સિદ્ધિ 4-4 વખત મેળવી ચૂક્યા છે.
આક્રમક બેટિંગથી બનાવી અલગ ઓળખ
અભિષેક શર્માએ ટૂંકા સમયમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેની સૌથી મોટી ખાસિયત શરૂઆતથી જ ઝડપી રન બનાવવા અને તક મળતાં જ મોટા શોટ ફટકારવાની છે. ન્યૂઝીલેન્ડ સામેની આ સિદ્ધિએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અભિષેક પોતાની આક્રમક બેટિંગથી મેચનું પરિણામ બદલવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય ટીમ માટે તેની આ સ્ટાઈલ આગામી મેચમાં પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Team Indiaએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની કરી ઐતિહાસિક શરૂઆત, T20Iમાં પહેલી વખત 226 રનનો ટાર્ગેટ કર્યો ચેઝ


