Vivek Oberoiની દત્તક પુત્રીએ સાઈન કરી ફિલ્મ, કેન્સર સામેની જીતી જંગ


Vivek Oberoi
Vivek Oberoiની દત્તક પુત્રીએ સાઈન કરી ફિલ્મ, કેન્સર સામેની જીતી જંગ


Vivek Oberoi
Vivek Oberoi: વિવેક ઓબેરોયની દત્તક પુત્રી સહારા શાહ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહી છે. વિવેક ઓબેરોયે સહારાને અઢી વર્ષની ઉંમરે દત્તક લીધી હતી. આ સમય દરમિયાન તે કેન્સર સામે લડી રહી હતી.
વિવેક ઓબેરોય તેની ફિલ્મ તેમજ સામાજિક કાર્ય માટે પણ ફેમસ છે. તેને કેન્સરથી પીડિત ઘણા બાળકોની સારવાર કરવામાં મદદ કરી છે અને હજુ પણ કરી રહ્યો છે. વિવેક ઓબેરોયના પરિવારમાં તેની પત્ની પ્રિયંકા અલ્વા અને 2 બાળકો, વિવાન વીર અને અમેયા નિર્વાણનો સમાવેશ થાય છે. પરંતુ શું વિવેક ઓબેરોયની પુત્રી વિશે જાણો છો, જેને તેને માત્ર અઢી વર્ષની ઉંમરે દત્તક લીધી હતી?
વિવેક ઓબેરોયની દત્તક પુત્રીનું નામ સહારા શાહ છે, જે હવે હિરોઈન બનવાની તૈયારી કરી રહી છે. જ્યારે વિવેક ઓબેરોયે સહારાને દત્તક લીધી હતી, ત્યારે તે કેન્સર સામે લડી રહી હતી, પરંતુ તેને કેન્સર સામે જંગ લડી લીધી છે. હવે 22 વર્ષની સહારા તેની એક્ટિંગ કરિયર શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
સહારા શાહ હીરોઈનની ભૂમિકા ભજવશે
સહારા શાહે તાજેતરમાં મુંબઈમાં "કેન્સર રોઝ ડે" કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં વિવેક ઓબેરોય પણ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સહારાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. તેણે ખુલાસો કર્યો કે તેને પોતાની એવિએશન ટ્રેનિંગ પૂર્ણ કરી લીધી છે, પરંતુ વિવેક ઓબેરોયના પગલે ચાલવા માગતી હતી. તેથી તેણે અભિનયમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેણે વિવેક ઓબેરોયની સામે સ્ટેજ પર એક ફિલ્મ સાઈન કરી, અને એક્ટર ખૂબ જ ઈમોશનલ થઈ ગયો.
View post on Instagram
સહારા વિવેક ઓબેરોયના પગલે ચાલવા માગે છે
આ કાર્યક્રમ દરમિયાન પોતાના નિર્ણય વિશે વાત કરતાં સહારાએ કહ્યું, "મેં મારી એવિએશન ટ્રેનિંગ પૂર્ણ કરી લીધી છે અને ટૂંક સમયમાં તમને દુબઈમાં મળીશ. હું એક ફિલ્મમાં મુખ્ય એક્ટ્રેસની ભૂમિકા ભજવી રહી છું. આ એક નેપાળી ફિલ્મ છે. પરંતુ મેં હજુ સુધી આ ફિલ્મ સાઈન કરી નથી. હું તમારા આશીર્વાદથી તમારી સામે તે કરવા માગતી હતી. તમે અઢી વર્ષની ઉંમરથી મારા જીવનનો ભાગ રહ્યા છો. તમે મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છો. મેં તમને બાળપણથી જોયા છે અને હંમેશા તમારા પગલે ચાલવા માગતી હતી. પરંતુ હું હજી અડધું પણ પહોંચી નથી, અને મને નથી લાગતું કે હું ક્યારેય તે બિંદુ સુધી પહોંચી શકીશ જ્યાં તમે છો."
વિવેક ઓબેરોય થયો ઈમોશનલ
જ્યારે સહારાએ વિવેક ઓબેરોયની હાજરીમાં તેની પહેલી ફિલ્મ સાઈન કરી, ત્યારે એક્ટર ઈમોશનલ થઈ ગયો અને તેની આંખો ભીની થઈ ગઈ. વિવેક ઓબેરોયે સહારાને અઢી વર્ષની હતી ત્યારે દત્તક લીધી હતી અને કેન્સર સામે ઝઝૂમી રહી હતી. જ્યારે વિવેક ઓબેરોયે જાણ્યું કે સહારાને કેન્સર છે ત્યારે તેને સહારાને દત્તક લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ, વિવેક ઓબેરોયે સહારાની સારવાર અને શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડ્યું. હવે સહારા 22 વર્ષની છે.
વિવેક ઓબેરોય આ ફિલ્મમાં મળશે જોવા
વિવેક ઓબેરોય હવે નિતેશ તિવારીની મેગા-બજેટ ફિલ્મ "રામાયણ" માટે ચર્ચામાં છે. નિતેશ તિવારીની આ મહત્વાકાંક્ષી ફિલ્મમાં વિવેક ઓબેરોય શૂર્પણખાના પતિ અને રાવણના સાળા, વિદ્યુતજીહ્વાની ભૂમિકામાં જોવા મળશે . ટ્રેલરમાં વિવેક ઓબેરોય પણ જોવા મળ્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. "રામાયણ" માં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યા છે, સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે, અને યશ લંકાપતિ રાવણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2026 માં દિવાળી નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: Kartik Aaryan નેશનલ એવોર્ડ સાથે લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો, બાપ્પાના લીધા આર્શીવાદ





