Get News Alerts

Never miss breaking news updates.

The Vvaan: સિદ્ધાર્થ મલ્હોત્રા-તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન' વિવાદમાં, પરમિશન વગર કર્યો ગીતનો ઉપયોગ?

The Vvaan: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ "ધ વન" વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓ પર મ્યુઝિક ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Nancy ShuklaUpdated on: 21 Sep 2026 05:33 PM IST
The Vvaan: સિદ્ધાર્થ મલ્હોત્રા-તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન' વિવાદમાં, પરમિશન વગર કર્યો ગીતનો ઉપયોગ?The Vvaan: સિદ્ધાર્થ મલ્હોત્રા-તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન' વિવાદમાં, પરમિશન વગર કર્યો ગીતનો ઉપયોગ?

The Vvaan

The Vvaan: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ "ધ વન" રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. "આઈગિરી નંદિની" ગીતે વિવાદ ઉભો કર્યો છે. સિંગર સરગમ વૈશે નિર્માતાઓ પર તેમની પરમિશન વિના ટ્રેલરમાં "આઈગિરી નંદિની" ગીતનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

સરગમ વૈશે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેને દાવો કર્યો છે કે ફિલ્મના નિર્માતાઓએ તેમનું ગીત ચોરી લીધું છે અને તેનો ઉપયોગ કરવા માટે તેમની પરમિશન લીધી નથી. તેને નિર્માતાઓ પાસેથી ફિલ્મમાંથી ગીત દૂર કરવાની પણ માગ કરી છે. જાણો શું છે સમગ્ર મામલો?

સિંગરે વીડિયો શેર કર્યો

સિંગર સરગમ વૈશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેને દાવો કર્યો છે કે તેના ગીત "આઈગિરી નંદિની" ના નિર્માતાઓએ તેની પરમિશન વિના તેમની ફિલ્મના ટ્રેલરમાં તેનો ઉપયોગ કર્યો હતો. તેને માગ કરી છે કે આ ગીતને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવામાં આવે. વીડિયોના કેપ્શનમાં તેને લખ્યું છે કે "મારું ગીત 'ધ વન' ફિલ્મમાંથી દૂર કરવું જોઈએ. મેં તાજેતરમાં 'ધ વન'નું સત્તાવાર ટ્રેલર જોયું અને મારા ગીતનો ઉપયોગ મારી પરમિશન વિના ટ્રેલરમાં કરવામાં આવ્યો છે."

View post on Instagram

કેપ્શનમાં લખી આ વાત

સિંગરે આગળ લખ્યું છે કે "મેં ટ્રેલરમાં કે ફિલ્મના પ્રમોશન માટે મારા સંગીતનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નથી. આ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મેં આ ગીત એક સ્વતંત્ર કલાકાર તરીકે બનાવ્યું છે. આનાથી મારા પ્રોજેક્ટ્સ પર પણ અસર પડશે. મારું માનવું છે કે દરેક કલાકારને તેમના કામ માટે આદર મળવો જોઈએ. કોઈપણ કલાકારના કામનો ઉપયોગ તેમની સંમતિ વિના થવો જોઈએ નહીં. હું ફિલ્મની ટીમને વિનંતી કરું છું કે મારું ગીત દૂર કરે અને સીધો મારો સંપર્ક કરે. જો તેમની પાસે આ ગીતના રાઈટ્સ છે, તો મને તેના વિશે કોઈ માહિતી નથી. કૃપા કરીને મને જણાવો."

યુઝર્સને કરી અપીલ

સિંગરે સોશિયલ મીડિયા યુઝર્સને મદદ માટે વિનંતી કરતા કહ્યું કે "મને તમારા બધાની જરૂર છે. કૃપા કરીને આ પોસ્ટને શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો. સ્વતંત્ર કલાકારોને સપોર્ટ કરનારા અને તેમના કામનો આદર કરનારાઓનો હું દિલથી આભાર માનું છું." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી આ મુદ્દા પર કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

આ પણ વાંચો: Asian Games 2026: એક્ટર આર માધવનના પુત્રએ કર્યું ડેબ્યૂ, જાણો પહેલી ગેમમાં કેવું કર્યું પ્રદર્શન?

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.