Sharad Kapoor: કામ માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા શરદ કપૂરને મળ્યો સલમાન ખાનનો સાથ, જાન્યુઆરીથી કરશે કમબેક

Sharad Kapoor: શરદ કપૂરે ફેન્સનો આભાર માની જાન્યુઆરીથી રોકસ્ટારની જેમ કામ શરૂ કરવાની જાહેરાત કરી. સલમાન ખાન અને સોનૂ સૂદે પણ મદદ કરી હોવાના સમાચાર છે.
Nancy Shukal
Nancy Shukal
Sharad Kapoor: ફેન્સના પ્રેમથી ભાવુક થયો શરદ કપૂરSharad Kapoor: ફેન્સના પ્રેમથી ભાવુક થયો શરદ કપૂર

Sharad Kapoor: ફેન્સના પ્રેમથી ભાવુક થયો શરદ કપૂર

Sharad Kapoor: બોલીવુડ એક્ટર શરદ કપૂર છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એક સમયે પોતાની દમદાર એક્ટિંગથી ઓળખ બનાવનાર શરદ કપૂરે તાજેતરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસે કામની અપીલ કરી હતી. તેની આ અપીલ બાદ સલમાન ખાન અને સોનૂ સૂદ સહિતના કલાકારો મદદ માટે આગળ આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. હવે એક્ટરે એક નવો વીડિયો શેર કરીને ફેન્સનો આભાર માન્યો છે. આ સાથે જ તેને જાન્યુઆરીથી ફરી કામ શરૂ કરવાની જાહેરાત કરી છે.

ફેન્સના પ્રેમથી ભાવુક થયો શરદ કપૂર

શરદ કપૂરનો નવો વીડિયો બેજુબાન પબ્લિક વેલફેર ટ્રસ્ટના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક્ટરમુશ્કેલ સમયમાં સાથ આપનારા તમામ ફેન્સનો આભાર માનતા જોવા મળે છે. તેમને કહ્યું કે ફેન્સે જે રીતે તેને પ્રેમ અને સમર્થન આપ્યું છે તે બદલ તે સૌનો આભારી છે. આ સાથે જ તેને ભગવાનને તમામ ફેન્સને ખુશ રાખવાની પ્રાર્થના કરી હતી.

એક્ટરે વીડિયોમાં કહ્યું કે "હું મારા તમામ ફેન્સને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું. ભગવાન તમને હંમેશાં ખુશ રાખે. બસ તમારો પ્રેમ આ જ રીતે જાળવી રાખજો. હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. જાન્યુઆરીમાં હું એક રોકસ્ટારની જેમ કામ કરવાનું શરૂ કરી દઈશ."

સોનૂ સૂદે મુંબઈમાં શરદ કપૂર સાથે કરી મુલાકાત

શરદ કપૂરનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે તાજેતરમાં એક્ટર સોનૂ સૂદે મુંબઈમાં તેમની મુલાકાત લીધી હતી. 16 નવેમ્બરના રોજ થયેલી આ મુલાકાતના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બંને કલાકારો એકબીજાને મળતા અને વાતચીત કરતા જોવા મળ્યા હતા.

View post on Instagram

સોનૂ સૂદની આ પહેલની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. પરંતુ તેને શરદ કપૂરને કોઈ ફિલ્મમાં કામ આપવાની ઓફર કરી છે કે આર્થિક મદદ કરી છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

સલમાન ખાને પણ મદદનો હાથ લંબાવ્યો

શરદ કપૂરની મુશ્કેલીઓ વચ્ચે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાને એક્ટરની આર્થિક મદદ માટે હાથ લંબાવ્યો છે. પરંતુ આ મદદ અંગેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">AICWA thanks Salman Khan and Sonu Sood for standing by Sharad Kapoor in his hardest hour

The All Indian Cine Workers Association (AICWA) warmly thanks Salman Khan for coming forward to support actor Sharad Kapoor with financial help in this difficult time. Such a gesture gives hope not only to Sharad Kapoor ji, but to every artist who fears being forgotten in his hard days.

AICWA also extends its heartfelt gratitude to Sonu Sood for reaching out to Sharad Kapoor ji. Sonu Sood ji has reportedly met him to discuss a project that could bring him back to work, and has also arranged medical support for him. Work, with dignity, is exactly what Sharad Kapoor ji asked for.

Sharad Kapoor has worked in films alongside stars such as Shah Rukh Khan and Hrithik Roshan. There was a time when he was in demand. Today, he needs the industry's support, and Salman Khan ji and Sonu Sood ji have shown that real stars stand beside their own people in their time of need. On behalf of the entire film fraternity, we thank them from the bottom of our hearts.

AICWA appeals to every successful name in Indian cinema to follow this example and extend support whenever an artist or worker of this industry needs help. There are many others like Sharad Kapoor ji who are fighting silently.

Bad times have come to many in Bollywood before, and they will come again. Not everyone faces them, only a few, and they never announce their arrival. Today it has come to Sharad Kapoor ji. Those of us who are doing well today must think of these few, because they are a part of our Indian cinema family. Helping them in such a moment is not charity. It is humanity, and it is our duty.

&quot;Sharad Kapoor ji, you are not alone. The entire industry is with you.&quot;

Everyone in Indian cinema is a part of one family. We must stand with each other, in good times and in bad. If we do not stand by our own, who will?

Suresh Shyamlal Gupta
President
All Indian Cine Workers Association (AICWA)

| #AICWA | #SharadKapoor | #SalmanKhan | #SonuSood | #Bollywood |

| @BeingSalmanKhan | @SonuSood | @sureshsgupta | @ANI | @PTI_News | @ians_india | @iamsrk | @iHrithik |</p>&mdash; All Indian Cine Workers Association (@aicwaofficial) <a href="https://x.com/aicwaofficial/status/2122238837346992599?ref_src=twsrc%5Etfw">November 16, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

બીજી તરફ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને સલમાન ખાન અને સોનૂ સૂદની પહેલની પ્રશંસા કરી છે. સંગઠને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય સક્ષમ લોકોને પણ મુશ્કેલીમાં મુકાયેલા કલાકારો અને કર્મચારીઓની મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે.

પાલતુ શ્વાનને કારણે પણ ચર્ચામાં

શરદ કપૂર પોતાની અંગત જિંદગીને લઈને પણ તાજેતરમાં ચર્ચામાં રહ્યો હતો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે તેના માટે ચાર પાલતુ શ્વાનની સંભાળ રાખવી મુશ્કેલ બની હતી. ત્યારબાદ ચારેય પાલતુ શ્વાનને પશુ કલ્યાણ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે જાન્યુઆરીથી ફરી કામ શરૂ કરવાની શરદ કપૂરની જાહેરાત કરી છે. મુશ્કેલ સમય બાદ એક્ટર ફરી એકવાર પોતાની નવી ઈનિંગ શરૂ કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: