Salman Khan Gift: સલમાન ખાનનો ‘માતૃભૂમિ’ની ટીમને શાનદાર સરપ્રાઇઝ, 20થી 25 સભ્યોને ભેટમાં આપી લાખોની લક્ઝરી સ્વિસ ઘડિયાળો


Salman Khan gifts luxury Swiss watches Matrubhumi team લક્ઝરી ઘડિયાળ
Salman Khan Gift: સલમાન ખાનનો ‘માતૃભૂમિ’ની ટીમને શાનદાર સરપ્રાઇઝ, 20થી 25 સભ્યોને ભેટમાં આપી લાખોની લક્ઝરી સ્વિસ ઘડિયાળો


Salman Khan gifts luxury Swiss watches Matrubhumi team લક્ઝરી ઘડિયાળ
Salman Khan Gift: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ની ટીમને ખાસ સરપ્રાઇઝ આપ્યું છે. ફિલ્મની રિલીઝ પહેલાં સલમાને કલાકારો અને ક્રૂ મેમ્બર્સ માટે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસ પર ખાસ ગેટ-ટુગેધરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેણે ટીમના સભ્યોને લાખો રૂપિયાની લક્ઝરી સ્વિસ ઘડિયાળો ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર, આ ઘડિયાળોની કિંમત પ્રતિ ઘડિયાળ રૂ. 2 લાખથી રૂ. 6 લાખ સુધીની હોવાનું કહેવાય છે.
ફિલ્મની ટીમ માટે રાખ્યું ખાસ ગેટ-ટુગેધર
અહેવાલો મુજબ, સલમાન ખાને 12 નવેમ્બરના રોજ પોતાના પનવેલ ફાર્મહાઉસ પર ફિલ્મની કાસ્ટ અને ક્રૂ માટે આ ખાસ કાર્યક્રમ રાખ્યો હતો. ફિલ્મનું ટ્રેલર 10 નવેમ્બરે લોન્ચ થયું હતું. શરૂઆતમાં ટીમના સભ્યોને એવું જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત ફિલ્મના પ્રમોશન અંગે ચર્ચા કરવા માટે છે. જોકે, ફાર્મહાઉસ પહોંચ્યા બાદ તેમને સરપ્રાઇઝ મળ્યું હતું.
સલમાન ખાને ફિલ્મની સફર દરમિયાન સાથ આપનારા કલાકારો અને ટેક્નિકલ ટીમના સભ્યોનો આભાર વ્યક્ત કરવા માટે આ ભેટ આપી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેણે પોતે જ ટીમના સભ્યોને ઘડિયાળો ભેટમાં આપી હતી.
પુરુષો માટે TAG Heuer અને Longines, મહિલાઓને Rado
મીડિયા અહેવાલો અનુસાર, સલમાને અંદાજે 20થી 25 લક્ઝરી ઘડિયાળો ભેટમાં આપી હતી. દરેક ઘડિયાળની કિંમત રૂ. 2 લાખથી રૂ. 6 લાખ વચ્ચે હોવાનું કહેવાય છે. આ ઘડિયાળો કપૂર વોચ કંપની પાસેથી ખરીદવામાં આવી હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે.
ટીમના પુરુષ સભ્યોને TAG Heuer અને Longines બ્રાન્ડની ઘડિયાળો આપવામાં આવી હતી, જ્યારે મહિલા સભ્યોને Rado બ્રાન્ડની ઘડિયાળો ભેટમાં મળી હતી. આ ખાસ ભેટથી ફિલ્મની ટીમના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ગેટ-ટુગેધરમાં કોણ કોણ હાજર રહ્યું?
આ કાર્યક્રમમાં ફિલ્મના દિગ્દર્શક અપૂર્વ લાખિયા, અભિનેત્રી ચિત્રાંગદા સિંહ, અંકુર ભાટિયા, વિપિન ભારદ્વાજ અને તાન્યા દેસાઈ સહિતના કલાકારો હાજર રહ્યા હતા. ફિલ્મના ડાયલોગ રાઇટર ચિંતન શાહ પણ આ ગેટ-ટુગેધરમાં જોડાયા હતા. ટીમના કેટલાક સભ્યોએ સોશિયલ મીડિયા પર આ ખાસ સાંજની તસવીરો અને ઝલક પણ શેર કરી હતી.
4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે ‘માતૃભૂમિ’
‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’નું દિગ્દર્શન અપૂર્વ લાખિયાએ કર્યું છે. આ વોર ડ્રામામાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નામ અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું, જેને બાદમાં બદલીને ‘માતૃભૂમિ’ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 4 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




