Ranveer Singh Grandfather Demise: રણવીર સિંહના નાના ડૉ. રામ હિંગોરાનીનું 96 વર્ષની વયે નિધન

Ranveer Singh Grandfather Demise: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. અભિનેતાના નાના ડૉ. રામ હિંગોરાનીનું દિવાળીના દિવસે 96 વર્ષની વયે નિધન થયું છે.
Nisha Parmar
Nisha Parmar
Ranveer Singh with his maternal grandfather રણવીર સિંહ નાનાRanveer Singh with his maternal grandfather રણવીર સિંહ નાના

Ranveer Singh with his maternal grandfather રણવીર સિંહ નાના

Ranveer Singh Grandfather Demise: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. અભિનેતાના નાના ડૉ. રામ હિંગોરાનીનું દિવાળીના દિવસે 96 વર્ષની વયે નિધન થયું છે. રણવીરની કઝિન સૌમ્યા હિંગોરાની ઠાકરેએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી. તેમણે નાના સાથેની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. આ સમાચાર બાદ ચાહકો અને પરિવારના નજીકના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.

દિવાળીના પવિત્ર દિવસે શાંતિથી લીધા અંતિમ શ્વાસ

સૌમ્યાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે ડૉ. રામ હિંગોરાનીએ દિવાળીના દિવસે શાંતિથી અંતિમ શ્વાસ લીધા. તેમણે લખ્યું કે લક્ષ્મીપૂજાના સમયે તેમના નાના આ દુનિયાને અલવિદા કહીને દાદી પાસે ચાલ્યા ગયા. સૌમ્યાએ તેમના 96 વર્ષના જીવનને યાદ કરતાં કહ્યું કે આટલું સુંદર અને લાંબું જીવન શોક મનાવવાને બદલે ઉજવવા જેવું છે.

કઝિન સૌમ્યાએ ભાવુક પોસ્ટથી આપી શ્રદ્ધાંજલિ

નાના સાથેની યાદો શેર કરતાં સૌમ્યાએ તેમને દુનિયાના સૌથી સારા દાદા ગણાવ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે તેમને વિશ્વાસ છે કે દાદા-દાદી ફરી સાથે બેઠાં હશે અને પરિવારને જોઈને ખુશ થઈ રહ્યા હશે. પોસ્ટના અંતમાં તેમણે ભાવુક અંદાજમાં લખ્યું કે ફરી સાથે નાચવાનો સમય આવે ત્યાં સુધી તેમના માટે આઇસક્રીમનો એક સ્કૂપ બચાવી રાખજો.

નાનાજી સાથે રણવીરની ખાસ બોન્ડિંગ

રણવીર સિંહ પણ પોતાના નાનાજી સાથે ખૂબ જ ખાસ સંબંધ ધરાવતા હતા. અભિનેતાએ અગાઉ સોશિયલ મીડિયા પર તેમની સાથેની અનેક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. ઓગસ્ટ 2020માં રણવીરે નાનાજીની સ્ટાઇલિશ તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ગુચીની ટોપી, સનગ્લાસ અને સોનાની ચેઇન પહેરેલા જોવા મળ્યા હતા.

'ઝુમકા ગિરા રે' ગીત પર બંનેએ કર્યો હતો ડાન્સ

ઓગસ્ટ 2023માં ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'ના પ્રમોશન દરમિયાન રણવીરે નાનાજી સાથેના કેટલાક વીડિયો શેર કર્યા હતા. તેમાં બંને 'ઝુમકા ગિરા રે' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નાનાજીએ 'ટીમ રૉકી' લખેલી ટી-શર્ટ પહેરી હતી. એક અન્ય વીડિયોમાં તેમણે મજાકિયા અંદાજમાં 'ટિક્કી છોડો, ટકીલા લાઓ' એવું કહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો.

93 વર્ષની ઉંમરે પણ મતદાન કરવા પહોંચ્યા હતા

મે 2024માં રણવીરે નાનાજીની એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ મુંબઈની ગરમી વચ્ચે મતદાન કરવા પહોંચ્યા હતા. તે સમયે તેમની ઉંમર 93 વર્ષ હતી. રણવીરે તેમની પ્રશંસા કરતાં લખ્યું હતું કે આટલી ગરમી હોવા છતાં તેઓ મતદાન કરવા ગયા અને સાચા અર્થમાં તેમના 'રોકસ્ટાર નાના' છે.

રણવીર અને દીપિકા બે દીકરીઓના માતા-પિતા

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બે દીકરીઓના માતા-પિતા છે. તેમની મોટી દીકરીનું નામ દુઆ અને નાની દીકરીનું નામ દેવી છે. ઓક્ટોબર 2026માં દશેરાના અવસરે દંપતીએ પરિવારની તસવીર સાથે નાની દીકરીના નામની જાહેરાત કરી હતી. બીજી તરફ, નાનાના નિધન અંગે રણવીર સિંહ કે દીપિકા પાદુકોણ તરફથી હજુ સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો : IPL 2027 Trade: હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં સામેલ, અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાઈ ગયા