Get News Alerts

Never miss breaking news updates.

Rani Mukerjiની માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન

Rani Mukerji: ફેમસ એક્ટ્રેસ રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીએ 75 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
Nancy ShuklaUpdated on: 22 Sep 2026 03:11 PM IST
Rani Mukerjiની માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધનRani Mukerjiની માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન

Rani Mukerji

Rani Mukerji: ફેમસ બોલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. દિગ્ગજ એક્ટ્રેસની માતા કૃષ્ણા મુખર્જીનું અવસાન થયું છે. રાનીની માતા કૃષ્ણા મુખર્જીએ 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. યશ રાજ ફિલ્મ્સે એક નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને આ દુઃખના સમયમાં દરેકને પ્રાઈવસી જાળવવા વિનંતી કરી હતી.

રાની મુખર્જીની માતાનું થયું નિધન

રાની મુખર્જીના પતિ આદિત્ય ચોપરાના યશ રાજ ફિલ્મ્સે એક નિવેદન બહાર પાડીને લખ્યું છે કે "ભારે હૃદયથી અમે આજે બપોરે રાની મુખર્જીની માતા શ્રીમતી કૃષ્ણા મુખર્જી (75) ના નિધનની જાહેરાત કરીએ છીએ. પરિવાર આ દુઃખના સમયમાં પ્રાઈવસીની વિનંતી કરે છે. તમારા સમર્થન, પ્રેમ અને પ્રાર્થના બદલ આભાર." પરંતુ પરિવારે હજુ સુધી કૃષ્ણા મુખર્જીના મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી.

કૃષ્ણા મુખર્જીએ બંગાળી ફિલ્મો માટે ગીતો ગાયા

રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીના લગ્ન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રામ મુખર્જી સાથે થયા હતા. પરંતુ કૃષ્ણાએ ક્યારેય એક્ટ્રેસ તરીકે કામ કર્યું ન હતું, પરંતુ તે સિનેમામાં સામેલ હતી. તેમને બંગાળી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે ઘણા ગીતો ગાયા હતા.

Rani Mukerji.webp

રાની મુખર્જી માતાની નજીક રહી છે

રાની મુખર્જી તેના પિતા રામ અને માતા કૃષ્ણ મુખર્જીની પણ નજીક હતી. તેના પિતા રામ મુખર્જીનું 2017 માં અવસાન થયું હતું અને તેની માતાનું હાલમાં અવસાન થયું છે. રાની તેની માતાની પણ નજીક હતી. કૃષ્ણાએ તેની પુત્રી રાનીના કરિયરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ઘણીવાર રાની સાથે કાર્યક્રમો અને ફિલ્મ સ્ક્રીનિંગમાં જોવા મળતી હતી.

રાની મુખર્જીએ બંગાળી સિનેમામાં અભિનયની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેને બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. "સાથિયા," "હમ તુમ," "બ્લેક," "ગુલામ," "કુછ કુછ હોતા હૈ," અને "મર્દાની" જેવી અસંખ્ય નોંધપાત્ર ફિલ્મો આપીને, રાની છેલ્લે "મર્દાની 3" માં જોવા મળી હતી.

આ પણ વાંચો: Kartik Aaryan: 72મા નેશનલ એવોર્ડ સેરેમની પહેલા કાર્તિક આર્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.