Get News Alerts

Never miss breaking news updates.

રણદીપ હુડાએ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલને અર્પી પુષ્પાંજલિ

Randeep Hooda Statue of Unity Visit: એકતા નગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા આવેલા પ્રસિદ્ધ અભિનેતા રણદીપ હુડાએ પરિવાર સાથે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી...
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 06:02 PM IST
રણદીપ હુડાએ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલને અર્પી પુષ્પાંજલિરણદીપ હુડાએ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલને અર્પી પુષ્પાંજલિ

Randeep Hooda Statue of Unity Visit

Randeep Hooda Statue of Unity Visit: એકતા નગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા આવેલા પ્રસિદ્ધ અભિનેતા રણદીપ હુડાએ પરિવાર સાથે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે ભારતના એકીકરણના શિલ્પી અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના દર્શન કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રણદીપ હુડાની આ મુલાકાત દરમિયાન તેમના પરિવારજનો પણ તેમની સાથે જોડાયા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર પટેલના રાષ્ટ્ર એકીકરણના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Randeep Hoda3.webp

135 મીટરની ઊંચાઈએથી નર્મદા ખીણનું સૌંદર્ય નિહાળ્યું

મુલાકાત દરમિયાન રણદીપ હુડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનું અવલોકન કર્યું હતું. તેમણે 135 મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પરથી નર્મદા નદી તેમજ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓના મનમોહક દૃશ્યો નિહાળ્યા હતા. આ ઉપરાંત તેમણે સરદાર પટેલના જીવનચરિત્ર અને ભારતના એકીકરણ સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રસંગોને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરતા એક્ઝિબિશન હોલની મુલાકાત લીધી હતી અને વિવિધ માહિતી મેળવી હતી.

Randeep Hoda2.webp

‘મારા બાળક અને પિતા સાથેની મુલાકાત યાદગાર’

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવમાં રણદીપ હુડાએ મુલાકાતને ભાવુક અને યાદગાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોતાના બાળક અને પિતા સાથે એક જ સમયે મહાન વ્યક્તિત્વને સમર્પિત આ સ્મારકની મુલાકાત લેવાનો અવસર તેમના માટે વિશેષ રહ્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની પરિવાર સાથે મુલાકાત લેવી તેમના માટે ગર્વની વાત છે. સરદાર પટેલે ભારતને એક કર્યું હોવાનું જણાવી તેમણે દરેક વ્યક્તિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું.

Randeep Hoda.webp

અધિકારીઓએ સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું

મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ રણદીપ હુડાને સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જિનિયર શુભમ ગોયલ, નાયબ કલેક્ટર નિરવ પારિતોષ અને નાયબ જનરલ મેનેજર રાહુલ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Randeep Hoda1.webp
AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]